Video: દાહોદ રેલવે સ્ટેશન પર RPF જવાને મુસાફરનો જીવ બચાવ્યો - ઘટના CCTVમાં કેદ

દાહોદ રેલવે સ્ટેશન

ટ્રેન ચાલવા લાગી હતી. તે સમયે રેલ્વે પ્લેટફોર્મ પર ફરજ તૈનાત સીટી બાબુ નામક આરપીએફ જવાન આ મુસાફર માટે દેવદૂત બનીને આવ્યા હતા.

  • Share this:
    સબીર ભાભોર, દાહોદ : રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને ચઢવાનું અને ઉતરવાનું ખુબ જોખમકારક રહે છે. કેટલાએ લોકો રોજ ટ્રેનમાં મુસાફરી દરમિયાન આ પ્રકારની ભૂલ કરતા હોય છે. કેટલાક લોકોને તો શોખ હોય છે કે ટ્રેન ધીમી ગતિએ સ્ટાર્ટ થાય પછી લટકીને ચઢવાનું. પરંતુ, આ પ્રકારની ભૂલથી ક્યારેક જીવ ખોવાનો વારો છે. રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવાની ભૂલથી અત્યાર સુધીમાં અનેક અકસ્માત સામે આવી ચુક્યા છે. ત્યારે આજે દાહોદ રેલવે સ્ટેશને આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં ચાલુ ટ્રેને એક મુસાફર ટ્રેનમાં ચઢવા જાય છે અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જાય છે. જોકે, આરપીએફના જવાને તેને પકડી રાખી જીવ બચાવી લીધો છે.

    મળતી માહિતી અનુસાર ગત તારીખ 10.11.2020ના રોજ વાગ્યાંના સુમારે 012925 બાંદ્રાથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવીડ સ્પેશલ ટ્રેન સાંજના આઠ વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશન પર આવીને ઉભી હતી. તે સમયે સ્લીપર કોચમાં ચઢતા સમયે એક મુસાફર પોતાનું બેલેન્સ ગુમાવતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયો હતો, અને ટ્રેન ચાલવા લાગી હતી. તે સમયે રેલ્વે પ્લેટફોર્મ પર ફરજ તૈનાત સીટી બાબુ નામક આરપીએફ જવાન આ મુસાફર માટે દેવદૂત બનીને આવ્યા હતા. આરપીએફ જવાને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ચપળતા પૂર્વક આ મુસાફરને બહાર ખેંચી લેતા મુસાફરોનો જીવ બચી જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ સમગ્ર ઘટના બાદ આરપીએફ સ્ટાફ સહિત ઉપસ્થિત મુસાફરોએ આરપીએફ જવાનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.

    મહત્વની વાત એ છે કે, આ સમગ્ર ઘટનાના પ્લેટફોર્મ લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેન ચાલી રહી છે, ધીમે ધીમે સ્પીડ પકડી રહી છે. એવામાં આરપીએફ જવાન એક મુસાફરનો હાથ પકડી તેને બચાવવા પ્લેટફોર્મ પડ દોડી રહ્યો છે. જોકે, કોઈની સમયસુચકતાથી ટ્રેન રોકવામાં આવે છે. આવે છે અને મુસાફરનો જીવ બચાવી લેવામાં આવે છે. જો ટ્રેન ન રોકાઈ હોત તો, કદાચ મુસાફરનો જીવ બચાવવો મુશ્કેલ થઈ ગયો હોત. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બાદ આરપીએફ જવાનના વખાણ થઈ રહ્યા છે. તેણે મુસાફરનો જીવ બચાવાવ પ્રયત્નો કર્યા અને ટ્રેન ઉભી રહેતા તેને ખેંચી લઈ બચાવી ટ્રેનમાં બેસાડ્યો હતો.



    ટ્રેન ઉભી રહ્યા બાદ ટ્રેનના અન્ય સ્ટાફના લોકો અને કેટલાક મુસાફરોના ટોળા ભેગા થઈ ગયા હતા. જોકે, મુસાફરનો જીવ બચી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અને રાબેતા મુજબ બાદમાં ટ્રેન ઉપાડવામાં આવી હતી. આ ઘટનામાં મુસાફરને સામાન્ય છોલાઈ જવાની ઈજા પહોંચી હતી, પરંતુ ટ્રેનમાં જ તેને ફસ્ટેડ દ્વારા મલમ પટ્ટીની સારવાર આપવામાં આવી હતી.

    સુરત: 28 વર્ષિય યુવકે નવા ઘરમાં જઈ લટકી આપઘાત કર્યો, પિતા મોપેડ પર બેસાડી હોસ્પિટલ લઈ ગયા

    સુરત: 28 વર્ષિય યુવકે નવા ઘરમાં જઈ લટકી આપઘાત કર્યો, પિતા મોપેડ પર બેસાડી હોસ્પિટલ લઈ ગયા

    ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા વારંવાર આ મામલે ચેતવણી આપવામાં આવે છે કે, ટ્રેનના દરવાજે બેસવું નહીં. ચાલુ ટ્રેને મુસાફરોએ ઉતરવું કે ચઢવું નહીં. આ ખુબ જોખમકારક છે. પરંતુ, કેટલાક ઉતાવળીયા મુસાફરો પોતાના જીવની પરવાહ કર્યા વગર આ પ્રકારનું પગલું ભરતા હોય છે અને આ પ્રકારની દુર્ઘટના સર્જાતી હોય છે. આ દુર્ઘટના મુસાફરો માટે ચેતવણી સમાન સાબિત થઈ શકે છે.
    Published by:kiran mehta
    First published: