Home /News /madhya-gujarat /મોબાઇલ ચાર્જિંગ કરવાને બહાને ઘરમાં ઘૂસી તરુણી પર દુષ્કર્મ; અરવલ્લીમાં પોલીસની જીપમાંથી અપહરણનો પ્રયાસ!

મોબાઇલ ચાર્જિંગ કરવાને બહાને ઘરમાં ઘૂસી તરુણી પર દુષ્કર્મ; અરવલ્લીમાં પોલીસની જીપમાંથી અપહરણનો પ્રયાસ!

મોબાઇલ ચાર્જર (Shutterstock તસવીર)

Dhanpur Police: કિશોરી ઘરે એકલી હતી ત્યારે આરોપી રાહુલ ફતેસિંહ (Rahul Fatesinh) બાઇક પર આવ્યો હતો અને મોબાઇલ ફોન ચાર્જ કરવાના બહાને ઘરમાં ઘૂસી ગયો હતો.

અમદાવાદ: દાહોદ જિલ્લા (Dahod district)માં દુષ્કર્મનો એક બનાવ બન્યો છે. જેમાં આરોપી યુવક મોબાઇલ ફોન ચાર્જ (Mobile charge) કરવાના બહાને એક ઘરમાં ઘૂસી ગયો હતો. અંદર એક કિશોરીને એકલી જોઈને યુવકે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ફરિયાદ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે કિશોરી એકલી હતી ત્યારે આરોપી ઘરમાં ઘૂસી ગયો હતો અને દુપટ્ટા વડે મોઢું દબાવીને તેણી પણ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ધાનપુર પોલીસે (Dhanpur Police) તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે બનાવ ગત મહિને 28 જૂનના રોજ બન્યો હતો. કિશોરી ઘરે એકલી હતી ત્યારે આરોપી રાહુલ ફતેસિંહ (Rahul Fatesinh) બાઇક પર આવ્યો હતો અને મોબાઇલ ફોન ચાર્જ કરવાના બહાને ઘરમાં ઘૂસી ગયો હતો. આ દરમિયાન આરોપીને માલુમ પડ્યું હતું કે કિશોરી ઘરમાં એકલી છે. આથી આરોપીએ કિશોરી સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી. બાદમાં કિશોરીને ધમકાવીને તેણી પર દુષ્કર્મ આચાર્યું હતું. આ દરમિયાન તરુણીના પિતા આવી જતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

ભાગતાં ભાગતાં આરોપીએ તરુણીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તરુણીએ સમગ્ર કહાની પોતાના પિતાને જાણાવતા આ મામલે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધાનપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા રાહુલ ફતેસિંહની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો: વલસાડ પોલીસનો સપાટો: શરાબ-કબાબની પાર્ટી પર દરોડો

અરવલ્લીમાં પોલીસની જીપમાંથી યુગલના અપહરણનો પ્રયાસ!


અરવલ્લી જિલ્લામાં પોલીસની જીપમાંથી એક યુવક અને યુવતીના અપહરણનો પ્રયાસ થયો છે. આ કેસમાં પોલીસની જીપ પર પણ હુમલો થયો હતો. મળતી માહિતી પ્રમાણે જિલ્લાના ભિલોડા તાલુકાના વાગોદર ગામની એક યુવતીના લગ્ન મેઘરજના ઈટાડી ગામ ખાતે થયા હતા. યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન હોવાથી પરિવારે ઘડિયા લગ્ન લીધા હતા. જોકે, ઈટાડી ગામના યુવાન સાથે લગ્ન કર્યાં બાદ યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બાદમાં આ મામલે યુવતીના પતિએ કોર્ટેમાં અરજી કરતા કોર્ટે યુવતીની મરજી પૂછી હતી. યુવતીએ તેના પ્રેમી સાથે જવાની વાત કરતા કોર્ટે પરિણીતા અને તેના પ્રેમીને સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો.
" isDesktop="true" id="1225001" >

પોલીસે 35 લોકો સામે ફરિયાદ નોંધી


કોર્ટ કાર્યવાહી બાદ શામળાજી પોલીસ બંનેને લઇ ભિલોડાના સુનોખ ગામ ખાતે લઈ જઈ રહી હતી ત્યારે અમુક લોકોએ પોલીસની જીપ રોકીને બંનેના અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પણ હુમલો થયો હતો. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત 35 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસની કાર પર હુમલો થયા બાદ પોલીસે વધારાનો કાફલો બોલાવ્યો હતો અને પરિણીતા અને તેના પ્રેમીને સુરક્ષા વચ્ચે સુનોખ ગામ પહોંચાડ્યા હતા.
First published:

Tags: Dahod, Teenager, પોલીસ, બળાત્કાર