Home /News /madhya-gujarat /PM modi Dahod Visit: દાહોદ હવે મેક ઈન ઇન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છેઃ PM Modi

PM modi Dahod Visit: દાહોદ હવે મેક ઈન ઇન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છેઃ PM Modi

દાહોદમાં મોદીનું સંબોધન

PM Narendra Modi Dahod Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની (PM Modi in Dahod) મુલાકાતે છે. ત્યારે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. અને જનમેદનીને સંબોધન કર્યું હતું.

દાહદોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ત્રીજી (PM Modi Gujarat visit) દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની (PM Modi in Dahod) મુલાકાતે છે. ત્યારે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. PM દાહોદનાં 1259 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા રૂ. 20550 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.અને આદીજાતી મહાસંમેલનમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. પહેલા માફી માંગીને હિંન્દીમાં બોલવા જણાવ્યું હતું. અને મોદીએ એમ પણ કહ્યું કે પછી ગુજરાતીમાં ઘરની વાતો કરીશું. વડાપ્રધાન મોદીએ દાહોદની વિવિધ વાતો કરીને દાહોદના આદિવાસી ભાઈઓ બહેનોનો આભાર માન્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટી કાર્યક્ષેત્ર હતું. અહીંની આદિવાસી ભાઈઓ બહેનોએએ મને કંઈકના કંઈ શિખવ્યું છે. હું માથું ઝુકાવીને વાત કરી કરી શકું છું કે મારા આદિવાસી ભાઈ બહેનોનું જીવન પાણી જેવું પવિત્ર છે. અને અહીં લાંબા સમય સુધી હું જીવન જીવ્યો છું. પહેલા ગુજરાત અને પછી હવે દેશમાં આદિવાસી ભાઈ બહેનોએ ખાસ કરીને બહેનો અને બાળકોની સેવા માટે ભારતની ડબલ એન્જીનની સરકાર કામ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 22000 કરોડની પરિયાજનોઓનું લોકાર્પણ કરવામાં આવ્યા છે. પાણીના આ પ્રોજેટથી દાહોજના સેંકડો ગામની માતા-બહેનોનું જીવન સરળ બનશે. દાહોદ હવે મેક ઈન ઈન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છું. દાહોદ મેક ઈન ઈન્ડિયાને ગતિ આપશે. દાહોદના પરેલમાં 20,000 કરોડનું કારખાનું લગાવવામાં આવશે.

ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં 9 હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શીલાન્યાસ કરશે. મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના જિલ્લાઓ માટે 7 હજાર નોકરીની તકો ઉભી થશે. તેની લાગત રૂ.20 હજાર કરોડ છે. તદ્દઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમ આધારિત યોજના અંદાજે રૂ. 40.42કરોડને ખર્ચે પૂર્ણ કરાશે. તેમજ પાટાડુંગરી જુથ પાણી પુરવઠા યોજના રૂ. 123.88કરોડને ખર્ચે સાકાર કરાશે. ઝાલોદ ઉત્તર જુથ પાણી પુરવઠા યોજના રૂ. 48.70 કરોડને ખર્ચે સંપન્ન કરાશે. જયારે ઝાલોદ દક્ષીણ જુથ પાણી પુરવઠા યોજના રૂ. 94.55 કરોડને ખર્ચે પૂર્ણ કરાશે. તેનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારું સપનું હતું કે વડાપ્રધાન બન્યા બાદ પરેલને જીવતું બનાવી. જીવતું બનાવીશ. આ આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું ઈન્વેસ્ટમેટ કરવામાં આવ્યું છે. દાહોદમાં બનેલા લોકોમોટીવ દુનિયામાં પણ દોડશે. એક દિવસ દાહોદ આગળ નીકળી જશે. એવું લાગે છે કે વડોદારની સ્પર્ધામાં દાહોદ આગળ નીકળી જશે.

આ પણ વાંચોઃ-PM Modi Gujarat Visit: ગાંધીનગરમાં PM Modiએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના રિયલ ટાઈમ મોનિટરિંગ સેન્ટરનું કર્યું નિરીક્ષણ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીવનના અનેક દસકા દાહોદમાં વિતાવ્યા છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ અનેક કામો કર્યા હતા. આજે મને ગર્વ થાય છે કે હું મુખ્યમંત્રી હતો ત્યારે આવડોમોટો કાર્યક્રમ કર્યો હતો. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કમાલ કરી દીધો છે. અને આવડો મોટો જનસાગર એકઠો કર્યો છે. ગમેતેટલી પ્રગતિ કરીએ ત્યારે એ વાત ભુલવી ન જોઈએ કે પ્રગતિ માતા-બહેનાઓ પાછળ ન પડી જાય એ જોવું પડશે.

દાહોદમાં ઘર ઘર નળથી જળ પહોંચાડવાનું બઠું ઉઠાડાનું છે. ગુજરાતમાં અમારા આદિવાસી પરિવારોમાં પાંચ લાખ પરિવારોમાં નળથી જળ પહોંચાડી શક્યા છીએ. આવનારા દિવસોમાં પુરુ થશે. અત્યારે કોરોનાના સંકટ વચ્ચે યુદ્ધ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ દેશ મક્કમ ઊભો રહ્યો છે. કોરોના કાળમાં 80 કરોડ ઘરોમાં બે ટંકનું અનાજ પહોંચાડીને વિક્રમ સર્જ્યો છે.  
First published:

Tags: Dahod news, Gujarati news, PM Modi પીએમ મોદી