ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં દુષ્કર્મ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જતી હોય તેમ રોજે રોજ ગુનાઓ બનતા રહે છે. બપોરના સુમારે પોતાના ઘરમાં ઝાડુ મારી રહેલી ધાનપુર તાલુકાના ગામની પરિણીત મહિલાની એકલતાનો લાભ લઇને તેના ઘરમાં ઘુસી આવેલા ગરબાડા તાલુકાના વજેલાવ ગામના ઇસમે તેના સાગરિતની મદદથી ધાકધમકી આપીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી નાસી ગયા હતા. આ અંગે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા પોતાના ઘરમાં એકલી હતી અને તે ઘરમાં ઝાડુ મારી રહી હતી. તે વખતે વજેલાવ ગામનો અમરસિંહ ચૌહાણ ઘરમાં ઘુસી ગયો હતો. અને ઝાડુ મારી રહેલી મહિલાને પકડી ધાકધમકી આપી હતી.
ત્યારબાદ સાગરીત સાથે મળીને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. જોકે, પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથધરીને નરાધમોને ઝડપી પાડ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર