dahod crime news:જીઆરડીમાં (GRD) એક અન્ય વ્યક્તિની નિમણૂક બાદ તેને ફરજ ઉપર હાજર કરવા માટે સાત હજારની માંગણી કરતાં (7,000 bribe) એસીબીનો (ACB) સંપર્ક કર્યો હતો.
સાબિર ભાભોર, દાહોદઃ એકતરફ દિવાળીનો (Diwali 2021) માહોલ જામ્યો જામ્યો છે ત્યારે સરકારી કચેરીઓથીમાંડી (Government office) ખાનગી ક્ષેત્રે ભેટ સોગાદોનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મીઠાઈ, ગિફ્ટ કે અન્ય કોઈ ઉફાર આપવું એ પણ એક પ્રકારે લાંચનો જ ભાગ કહી શકાય છે. ત્યારે દિવાળીના સમયમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB) દિવાળીના સમયમાં વધુ સક્રિય બની આવા વિભાગો માં ચાંપતિ નજર રાખી રહ્યું છે
લાંચિયા અધિકારી (Corrupt officer) કે કર્મચારીઓ તેમના તાબાના કામ માટે સામેવાળા વ્યક્તિ પાસે નાણાકીય વ્યવહાર વગર કોઈપણ કામ નથી કરી રહ્યા ત્યારે આવી લાંચિયા કર્મચારીઓ થી કંટાળી ને સામાન્ય નાગરિક એસીબીની શરણે જતો હોય છે જે કામ કરવા માટે સરકાર દ્રારા પગારનું ચૂકવણું થતું હોય છે.
તેમ છતા વધારાની આવક મેળવવા ટેવાયેલા કર્મીઑ લાંચ વગર કોઈ કામ કરતાં નથી આવો જ કિસ્સો આજે દાહોદ જિલ્લામાં સામે આવ્યો છે જેમાં ગરબાડા પોલીસ મથકમાં જીઆરડીમાં ફરજ બજાવતા રામસીંગ ભૂરીયા પાસે જીઆરડી ઈન્ચાર્જનો હવાલો હતો.
ત્યારે જીઆરડીમાં એક અન્ય વ્યક્તિની નિમણૂક બાદ તેને ફરજ ઉપર હાજર કરવા માટે સાત હજારની માંગણી કરતાં એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને પગલે આજે દાહોદ એસીબીની ટીમે ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે છટકું ગોઠવ્યૂ હતું.
તે દરમિયાન ગાંગરડી પોલીસ ચોકીમાં સાત હજારની લાંચ લેતા એસીબીએ રાગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનયી છે કે દિલ્હીમાં કરોડપતિ પોલીસ કર્મચારી ઝડપાયો હતો. સીબીઆઈની ટીમે સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. તે પછી તેના ઘરે રેડ કરવામાં આવી હતી. ત્યારે સીબીઆઈ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા.
સબ ઇન્સપેક્ટરની કાર અને તેના ઘર પરથી 1 કરોડ 7 લાખ રૂપિયા મળી આવ્યા છે. સીબીઆઈના અધિકારીના મતે આરોપી સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહની કારમાંથી 5 લાખ 47 હજાર મળી આવ્યા હતા. જ્યારે બાકી રૂપિયા તેના ઘરેથી મળી આવ્યા હતા.
દિલ્હી સ્થિત એક મોલમાં આરોપી સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહને ફરિયાદકર્તા પાસેથી 50,000 રૂપિયા લાંચની રકમ લેતા રંગે હાથે સીબીઆઈની ટીમે ધરપકડ કરી હતી. આ કેસ મેદાનગઢી સ્ટેશનમાં એક FIRના આરોપીને તેના કેસમાં મદદ કરવા અને તેના જામીનના સમયે પોલીસ દ્વારા કોર્ટમાં જામીનનો વિરોધ નહીં કરવા લાંચ (bribe amount) માંગી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર