દાહોદઃ પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો લગાવીને કરી આત્મહત્યા

પ્રતિકાત્મક તસવીર

હોદ ટાઉન પોલીસ મથકના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી દીધી હતી.

 • Share this:
  ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની આત્મહત્યા કરવાની ઘટનાઓ છાસવારે બને છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે. જ્યાં દાહોદ ટાઉન પોલીસ મથકના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી દીધી હતી.

  જેના પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, પોલીસ તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે.

  મળતી માહિતી પ્રમાણે દાહોદ ટાઉન પોલીસ મથકમાં વિનોદભાઇ બારીયા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે વિનોદભાઈ બારીયાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

  પોલીસ પ્રાથમિક તપાસ હાથધરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરા તાલુકાના ચલાલી ગામના રહીશ વિનોદભાઈ છેલ્લા ઘણા સમયથી પારિવારિક પ્રશ્નોને લઈને અપસેટ હતા.

  છેલ્લા 3 માસથી સતત રજા પર હતા. જોકે, આત્મહત્યા કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પોલીસે મૃતકના પરિવારને જાણ કરી મૃતદેહ પોસ્ટમાર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
  Published by:ankit patel
  First published: