ફતેપુરામાં NCPના નેતા પ્રફુલ્લ પટેલે ભાજપ-કોંગ્રેસને આડે હાથ લીધા

  • Share this:
ફતેપુરા વિધાનસભા બેઠક પર એનસીપી ના ઉમેદવાર ના પ્રચાર અર્થે એનસીપી ના વરિષ્ટ નેતા ફતેપુરા ગામ ખાતે આવ્યા હતા અને જાહેર સભા ને સંબોધન કર્યું હતું સભા દરમિયાન પ્રફુલ્લ પટેલે ભાજપ તેમજ કોંગ્રેસ ને આડે હાથો લીધી હતી.

દાહોદ જિલ્લા ની 6 વિધાનસભા બેઠકો પર તમામ પક્ષો ચૂંટણી ના પ્રચાર માં એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે ત્યારે ગુજરાત માં એનસીપી પક્ષે પણ અનેક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે.દાહોદ જિલ્લા ની ફતેપુરા વિધાન સભા બેઠક પર પણ એનસીપી પક્ષે પ્રભુ ભાઈ બારીયા ને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે.ત્યારે ઉમેદવાર ના પ્રચાર માટે પાર્ટી ના અગ્રણી નેતા પ્રફુલ્લ પટેલ ફતેપુરા ખાતે પહોંચ્યા હતા.

જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલે ભાજપ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી બાહુલ્ય ધરાવતા આ તાલુકાનો ભાજપે કોઈપણ જાતનો વિકાસ કર્યો નથી.22 વર્ષ થી ગરીબો નો કોઈજ વિકાસ થયો નથી.જનધન ખાતાઓ માં ભાજપે 15 લાખ રૂપિયા જમા કરાવ્યા નથી જેથી જનધન ખાતા હવે ઠન ઠન ખાતા બની ગયા છે.ગુજરાત નું મોડેલ સમગ્ર દેશ ને બતાવાય છે પરંતુ કોઈ વિકાસ થયો નથી.

સભાપૂર્ણ થયા બાદ પ્રફુલ્લ પટેલે એનસીપી ના ઉમેદવાર ને વોટ આપવા માટે અપીલ કરી હતી.અને મહારાષ્ટ્ર માં જેમ અમારી સરકારે આદિવાસીઓ માટે વિકાસ ના કામો કર્યાં છે તેવા કામો અમારા ઉમેદવાર વિજયી થયા પછી કરશે તેમ જણાવ્યું હતું.
First published: