દાહોદ: લીમખેડાના ઉમરિયા ડેમમાં બે પુત્રીઓ સાથે માતાએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. મહિલાના પિયરપક્ષનો આક્ષેપ છે કે, તેમની દીકરીએ સાસરીના ત્રાસથી આપઘાત કર્યો છે. આ મહિલાએ પોતાની પાંચ અને બે વર્ષની દીકરી સાથે ઉમરિયા ડેમમાં છલાંગ લગાવી છે. લીમખેડા પોલીસે આ અંગે તપાસ કરી રહી છે. હાલ ડેમમાંથી બે દીકરીઓના મૃતદેહ મળી ગયા છે. જ્યારે એનડીઆરએફની ટીમ માતાનો મૃતદેહને શોધી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કુન્લી ગામની યુવતીના 7 વર્ષ પહેલા ટીમ્બાના યુવક સાથે લગ્ન થયા હતા. મહિલાના પિયરવાળાઓએ સાસરિઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, સાસરીયાઓ અવાર નવાર દીકરીને શારીરીક અને માનસિક ત્રાસ આપતા હતા જેના કારણે અમારી દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે. આ સમાચાર મળ્યા બાદ મહિલાના પરિવારમાં તથા આખા પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
લીમખેડા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આજ સવારથી જ એનડીઆરએફની ટીમ મૃતદેહ શોઘી રહી છે. જેના ભાગરૂપે પાંચ અને બે વર્ષની દીકરીઓના મૃતદેહ મળી ગયા છે. જ્યારે માતાનો મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.
થોડા દિવસ પહેલા ગોઘરામાં પણ આવી દુખદ ઘટના ઘટી હતી. ગોઘરાના કડાણા તાતરોલી ગામમાં રહેતા નરેશભાઇ ઉજમાભાઇ પટેલીયાના લગ્ન 5 વર્ષ અગાઉ હર્ષાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં 3 વર્ષનો પુત્ર પિયુષ હતો અને વર્ષાબેનને 8 માસનો ગર્ભ પણ હતો. છેલ્લા બે વર્ષથી હર્ષાબેનનો પતિ નરેશ પટેલીયા તથા તેમના સસરા ઉજમાભાઇ સરદારભાઇ પટેલીયા તથા સાસુ સાંકળીબેન ઉજમાભાઇ પટેલીયાઓ ધરના કામકાજને લઇને અવારનવાર માનસિક અને શારીરીક ત્રાસ આપતા હતા.
હર્ષાબેનને તેમના સાસરીવાળા સાથે ઝધડો થતાં ગામના આગેવાનો દ્વારા સમજાવટ પણ કરવામાં આવી હતી. સાસરીયાઓ અને પતિના માનસિક ત્રાસથી કટાંળીને હર્ષાબેને તેમના દીકરાને લઇને તેમના ધરની નજીકના કુવામાં મોતની છલાંગ લગાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર