અમીરો માટે નહીં અમે ગરીબો માટે શૌચાલયો બનાવ્યાઃ મોદી

Network18 | News18 Gujarati
Updated: December 6, 2017, 5:12 PM IST
અમીરો માટે નહીં અમે ગરીબો માટે શૌચાલયો બનાવ્યાઃ મોદી
આ સભામાં મોદીએ ગરીબો માટે શોચાલય બનાવ્યાની વાત કરી. તેમણે કોંગ્રેસ પર ટોણો મારતા કહ્યું કે અમે કંઇ અંબાણી કે અદાણી માટે નહીં પણ ગરીબો માટે શોચાલય બનાવ્યા છે.
Network18 | News18 Gujarati
Updated: December 6, 2017, 5:12 PM IST

અમદાવાદઃ ઓખીનું સંકટ ટળી જતા મોદી ફરી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. મોદીએ પોતાની બીજી સભા દાહોદમાં સંબોધી છે. દાહોદનાં ખરોડમાં પ્રધાનમંત્રી મોદીએ સભા સંબોધી હતી જેમાં તેમણે ગરીબો માટે શૌચાલય બનાવ્યાની વાત કરી. તેમણે કોંગ્રેસ પર ટોણો મારતા કહ્યું કે અમે કંઇ અંબાણી કે અદાણી માટે નહીં પણ ગરીબો માટે શોચાલય બનાવ્યા છે.


પ્રધાનમંત્રી મોદી દાહોદથી LIVE
આજે ગરીબોનાં ઘરમાં વિજળી પહોંચી
ચુલા માટે નેતાઓનાં ઘરમાં ધક્કા ખાવા પડતા

કોંગ્રેસે ક્યારેય ગરીબ આદીવાસીઓની ચિંતા કરી નથી
90 પૈસામાં ચા ના મળે એટલા પૈસામાં અમે ગરીબોના વીમા ઉતાર્યા
અમે 5 કરોડ શૌચાલય બનાવ્યા
આ શૌચાલય ગરીબો માટે છે
શું અદાણી અને અંબાણી ખુલ્લામાં શૌચ માટે જતા હતા
આ ગરીબોની સરકાર છે
અંબાણી, અદાણી માટે નહીં અમે ગરીબો માટે શોચાલયો બનાવ્યા
કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું,  તે હવનમાં હાડકાં નાખવાનું કરે છે કામ
કોંગ્રેસ દરવખતે શંકા કરે છે
પ્રધાનમંત્રી મોદીનું મિશન 150+
આ ચૂંટણી વિકાસનાં મુદ્દાની છે
પહેલા આદિવાસી વિસ્તાર માટે અલગથી બજેટ ન હતું
અમે આવીને આદિવાસીઓ માટે અલગથી બજેટ ફાળવ્યું
દાહોદમાં પરેલ સુધી હું સાઇકલ લઇને જતો
મોટી સંખ્યામાં આવેલા લોકોનો માન્યો આભાર


First published: December 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर