Home /News /madhya-gujarat /દાહોદમાં દર્દનાક ઘટના : સાવકી સાસુના ત્રાસથી પરિણીતાએ બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું
દાહોદમાં દર્દનાક ઘટના : સાવકી સાસુના ત્રાસથી પરિણીતાએ બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું
સાસુના ત્રાસથી પરિણીતાએ પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું
ઝાલોદ (Zalod) તાલુકાના મોટી હાંડી (Moti Handi) ખાતે રહેતા અને એસઆરપીમાં ફરજ બજાવતા સાગરભાઈ નિનામાના લગ્ન આશરે પોણા ત્રણ વર્ષ પહેલા ભાટીવાડા ખાતે આશાબેન સાથે થયા હતા
સાબિર ભાભોર, દાહોદ : ઝાલોદ તાલુકા (Zalod) નાં મોટી હાંડી (Moti Handi) ખાતે ઘરકામ બાબતે નાની વાતમાં સાવકી સાસુ ના મહેણાં-ટોણાં અને માનસિક ત્રાસ (Mental torture) થી કંટાળી એસઆરપી જવાનની પત્નીએ પોતાના બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરી લેતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા બાદ પરિણીતાનું કરૂણ મોત (Suicide) નીપજયું જ્યારે પુત્રને સારવાર હેઠળ ખસેડાયો છે.
ઝાલોદ તાલુકાના મોટી હાંડી ખાતે રહેતા અને એસઆરપીમાં ફરજ બજાવતા સાગરભાઈ નિનામાના લગ્ન આશરે પોણા ત્રણ વર્ષ પહેલા ભાટીવાડા ખાતે આશાબેન સાથે થયા હતા લગ્નજીવનના સુખી સંસારમાં દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો, પરંતુ સાગરભાઈ પોતાની નોકરી ઉપર રહેતા અને પુત્રને લઈને આશાબેન સાસરીમાં રહેતા ત્યારે સાવકી સાસુ આશાબેનને અવારનવાર મહેણાં ટોણાં મારી હેરાન પરેશાન કરતાં, જેથી સાગરભાઈ પત્ની અને પુત્ર સાથે ભાડાના મકાનમાં દાહોદ રહેવા ગયા હતા,
પરંતુ સાગર ભાઈ નોકરી પર રહેતા તો પત્ની અને પુત્ર ઘરે એકલા પડી જતાં હોવાથી ફરી મોટી હાંડી ખાતે રહેવા ગયા હતા પરંતુ સાવકી સાસુના ત્રાસથી એકવાર પરિણીતા એ ઘર છોડી સાણંદ ખાતે ખાનગી નોકરી પણ શરૂ કરેલી ત્યારે પિયર પક્ષના લોકો આશબેનને શોધી લાવી દીકરીનો સંસાર સાચવવા સમજાવીને ફરી સાસરે મૂકી હતી.
સાવકી સાસુ સમિલાબેન સતત ઘરના કામ બાબતે મેણા-ટોણાં મારી માનસિક ત્રાસ આપવાનું યથાવત રહેતા કંટાળીને આશબેને પોતાના બે વર્ષ ના પુત્ર સારાંશ સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટનામાં ગંભીર રીતેદાઝી ગયેલ માતા પુત્ર ને તાત્કાલિક એમ્બ્યુલન્સ માં દાહોદ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન આશબેનનું મોત નીપજયું હતું, જ્યારે બે વર્ષના સારાંશને સારવાર હેઠળ રખાયો છે.