શાભીર ભાભોર, દાહોદ : દાહોદમાં (Dahod) એક કરૂણ ઘટના સામે આવી છે. અહીંયા એક પીકઅપ ડાલાની (pickup) ટક્કરે એક મજૂરનું મોત થયું છે. આ મજૂર (Labor) તેના સાથી થાશે ધોમધખતા તડકામાં દિવાલના ટેકે છાંયડે બેસેલો હતો અને બાજુમાં જ ઉભેલું પીકઅપ ડાલું અચાનક તેમના પર ફરી વળ્યું. એક મજૂરનું (Labor Death in Accident) તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે બાકીના બેનો બચાવ થઈ ગયો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV Video) કેદ થતા લાઇવ વીડિયો સામે આવ્યો છે.
ઘટના બાદ પોલીસે (Police) સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને આ અકસ્માતની તપાસ શરૂ કરી છે પરંતુ અહીંયા એક નિર્દોષ મજૂરનું કરૂણ મોત થયું છે. બનાવની વિગતો એવી છે કે આજે બપોરના સુમારે દાહોદ એપીએમસી પાસે અકસ્માત થયો હતો. આ મજૂરો બપોરે તડકામાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક પીકઅપ ડાલાના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા તે દિવાલ સાથે અથડાયું હતું. આ પીકઅપ ટ્રક અથડાઈ જતા મજૂરો દિવાલ વચ્ચે કચડાઈ ગયા હતા.
આ ઘટનામાં એક મજૂરનું મોત થયું હતું. મૃતક મજૂરના પરિવારજનોના શોકથી સમગ્ર માહોલ ગમગીન થઈ ગયો હતો. જોત જોતામાં લોકોના ટોળા સામે આવી ગયા હતા. જોકે, આ ઘટનામાં અન્ય બે મજૂરો ખસી જતા તેમનો બચાવ થઈ ગયો હતો. સાંજ પડતા ઘટનાના સમગ્ર વીડિયો સામે આવતા ઘટનાક્રમ જાણવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતા દાહોદ ટાઉન પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. ઘટના બાદ નજીકની દુકાન પર લાગેલા સીસીટીવીના દૃશ્યો સામે આવ્યા હતા. દૃશ્યોમાં જેવી રીતે જોવા મળે છે તેવી રીતે અચાનક જ પીકઅપડાલું ટર્ન મારી ગયું અને દિવાલના ટેકે બેસેલા આ શ્રમજીવીઓ પર ફરી વળ્યું.
ખરેખર મોતનો આ વીડિયો વિચલિત કરી નાખે એવો છે. આમ ધોળા દિવસે એક અકસ્માતે એક પરિવારના મોભીનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટનાક્રમ બાદ દાહોદ ટાઉન પોલીસ અકસ્તમાની તપપાસ ચલાવી રહી છે. અકસ્માત ક્યાં સંજોગોમાં થયો તે તપાસના અંતે જાણી શકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર