Home /News /madhya-gujarat /Dahod: વિચિત્ર અકસ્માત, જે બસ ચલાવીને ગુજરાત આવ્યો હતો એ જ બસે લીધો ડ્રાઈવરનો ભોગ
Dahod: વિચિત્ર અકસ્માત, જે બસ ચલાવીને ગુજરાત આવ્યો હતો એ જ બસે લીધો ડ્રાઈવરનો ભોગ
અકસ્માત ગ્રસ્ત બસની તસવીર
Dahod crime news: મધ્યપ્રદેશ પરિવહનની (Madhya Pradesh Transport bus) બસ મધ્યપ્રદેશથી ગુજરાત (Gujarat) તરફ આવી રહી તે દરમિયાન ગરબાડા તાલુકાના મીનાક્યાર બોર્ડર નજીક બસની કબાની તૂટી જતા બસ ત્યાંજ રોકાઈ ગઈ હતી.
સાબિર ભાભોર, Dahod news:કોઈપણ બાબતમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી હોય છે. નાની અમથી ભૂલ જીવ લઈ શકે છે એટલે કોઇપણ કામ સાવધાની પૂર્વક કરવું ખૂબ જરૂરી બનતું હોય છે આવી જ ઘટના દાહોદના (accident in dahod) ગરબાડા તાલુકાના મીનાક્યાર ખાતે બની કે જ્યાં ચાલક અને ક્લીનર બસના રીપેરીંગ કામ (Bus repair work) માટે જેક ચઢાવી ને કામગીરી કરી રહ્યા હતા. અને અચાનક જ ત્રણ જેક પૈકીનો એક જેક છટકી જતા ચાલક બસ નીચે (bus driver died) દબાઈ જતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
મધ્યપ્રદેશ પરિવહનની (Madhya Pradesh Transport bus) બસ મધ્યપ્રદેશથી ગુજરાત (Gujarat) તરફ આવી રહી તે દરમિયાન ગરબાડા તાલુકાના મીનાક્યાર બોર્ડર નજીક બસની કબાની તૂટી જતા બસ ત્યાંજ રોકાઈ ગઈ હતી અને બસના રીપેરીંગ કામ માટે ચાલક અને ક્લીનરે બસની નીચે જેક ત્રણ જેક ચઢાવ્યા હતા અને કામગીરી કરી રહ્યા હતા.
મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ
તે દરમિયાન અચાનક ત્રણ પૈકીનો એક જેક બસ સાથેથી છટકી જતા બસ નીચે પડી હતી અને નીચે રહેલો ચાલક બસની નીચે દબાઈ જતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ક્લીનર ને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ દાહોદ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ ને પગલે ગરબાડા પોલીસ અને આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેસીબીની મદદ થી બસને ઉંચી કરી મૃતદેહ બહાર કાઢી મૃતદેહને પોર્સ્ટમોર્ટમ અર્થે મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
મધ્યપ્રદેશથી ગુજરાત વચ્ચે બસનું પરિવહન કરતા ચાલકને કદાચ સપનેય ખ્યાલ નહીં હોય કે તે જીવતો પરત પોતાના વતન પાછો આવશે નહીં. ઘટનાની જાણ ચાલકના પરિવારજનોને થતા શોકાતુર પરિવાર ના સભ્યો ગરબાડા દોડી આવ્યા હતા અને વાતાવરણ આક્રંદથી ગુંજી ઉઠ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ધોળકા બગોદરા હાઈવે (Dhodka Bagodara Highway) પર ઇકો કારને (Ecco car accident) અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતની(Accident on highway) મોટી ઘટના બની છે. અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. ઇકો કારમાં વારસંગનો પરિવાર બરવાળા ખાતે માતાજીના (Barwada Mataji) દર્શન કરવા જઇ રહ્યા હતા.
ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. ઈજાગ્રસ્તોને 108માં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં (Dholka civil Hospital) આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર