દાહોદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પૂર્વે ભાજપના ચુંટણી મીટિંગમાં દારુની રેલમછેલ, દારૂ વિતરણનો live video

દાહોદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પૂર્વે ભાજપના ચુંટણી મીટિંગમાં દારુની રેલમછેલ, દારૂ વિતરણનો live video
વીડિયો પરની તસવીર

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામમાં ભાજપની ચુંટણી મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગ બાદ ભાજપના કાર્યકર્તાઓએ હાજર લોકોને દારૂના ટીન વહેંચ્યા હતા.

 • Share this:
  સબિર ભાભોર, દાહોદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો (Gujarat local body polls) માહોલ જોરમાં છે. પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણીના મતદાનના આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટીઓ પાતની પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અનેક પ્રલોભનો પણ આપવામાં આવતા હોય છે.

  દાહોદમાં ચૂંટણી મીટિંગ (dahod election campaign) દરમિયાન અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદના જંબુસર ગામમાં ભાજપની ચૂંટણી પ્રચારની મીટિંગ બાદ દારુની (liquor) રેલમછેલ થઈ હોવાનો વીડિયો (video) સામે આવ્યો છે. મીટિંગ બાદ લોકોને દારૂ વિતરણ થયાનો વીડિયો વાયરલ (viral video)થતા રાજકિય જગતમાં ખળભળાટ મચી ગયો હતો.  મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામમાં ભાજપની ચુંટણી મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગ બાદ ભાજપના કાર્યકર્તાઓએ હાજર લોકોને દારૂના ટીન વહેંચ્યા હતા.

  આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

  આ પણ વાંચોઃ-કોરોનામાંથી જીવ બચ્યો તો તિરુપતિને ચઢાવ્યું સાડા ત્રણ કિલો સોનું, 3 હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન

  જોકે, જાગૃત નાગરિકે દારૂ વિતરણની સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી. અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી હતી. દાહોદ જિલ્લામાં ચુંટણી ટાણે જ દારૂ વિતરણનો વીડિયો વાયરલ થતાં ગુજરાતમાં ભાજપના સમર્થકો દ્વારા દારુ બંધીના લીરે લીરે ઉડ્યા હતા.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

  આ પણ વાંચોઃ-દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

  વીડિયોમાં દેખાય છે એમ ભાજપનો ખેસ ધારણ કરીને લોકો હાજર છે અને એક કાર્યકર્તા હાજર લોકોને દારૂના ટીનના પેકેટ આપી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં છ મહાનગરપાલિકાની ચુંટણીઓ પુર્ણ થઈ છે અને હેવ તાલુક જીલ્લા અને પાલિકાની ચુંટણી માટે આગામી 28 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્યારે આ પ્રકારના વીડિયો વાયરલ થાય એ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
  Published by:ankit patel
  First published:February 26, 2021, 17:45 pm