આદમખોર દીપડો 15 દિવસે પાંજરે પુરાયો, છ હુમલામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

દીપડાને પકડવા માટે નવ વિભાગના 200 જેટલા કર્મીઓ છેલ્લા 15 દિવસથી મહેનત કરી રહ્યા હતા.

News18 Gujarati
Updated: December 7, 2018, 9:17 AM IST
આદમખોર દીપડો 15 દિવસે પાંજરે પુરાયો, છ હુમલામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો
પાંજરે પુરાયેલો દીપડો
News18 Gujarati
Updated: December 7, 2018, 9:17 AM IST
સાબિર ભાભોર, દાહોદ

દાહોદઃ જિલ્લામાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગની ટીમ છેલ્લા 15 દિવસથી દીપડાને પકડવા માટે મથી રહી હતી. દીપડો પકડાયાના સમાચાર મળતા જ લોકોએ હાશકારો અનુભવ્યો છે. દીપડાને પકડવા માટે નવ વિભાગના 200 જેટલા કર્મીઓ છેલ્લા 15 દિવસથી મહેનત કરી રહ્યા હતા. દીપડાને પકડવા માટે જૂનાગઢ વન વિભાગના કર્મીઓની પણ મદદ લેવામાં આવી હતી.

આદમખોર દીપડાએ ત્રણ લોકોનો ભોગ લીધો

દાહોદ જિલ્લાના તાલુકાઓ અને ગામોમાં આતંક મચાવનાર દીપડાએ અત્યાર સુધી ત્રણ લોકોનો ભોગ લીધો છે. દીપડાના છ જેટલા હુમલામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે કોટંબી ગામ ખાતે દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ તરફથી આ દીપડાને પકડીને રાતો રાત પાવાગઢ રેસ્ક્યૂ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. દીપડાના પકડાઈ જવાના સમાચાર બાદ વન વિભાગ અને ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચોઃ અમરેલીઃ માતાની બાજુમાં સુતેલા બેથી અઢી વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો

દીપડાને પકડવા માટે વનકર્મીઓને પાંજરામાં રખાયા હતા!દાહોદના ધાનપુર તાલુકામાં આદમખોર દીપડાએ આતંક મચાવ્યો હતો. દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમે અનેક યુક્તિઓ કરી રહી હતી. સરહદ વિસ્તારમાં દીપડાના આતંક બાદ વન વિભાગે તેને પકડવા માટે નવી નવી યુક્તિઓ શોધી કાઢી હતી. આ માટે ઠેર ઠેર પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. અઠવાડિયા પહેલા રાત્રે દીપડાને પકડવા માટે વન વિભાગને ચાર કર્મીઓને જ એરગન સાથે પાંજરામાં બેસાડી દીધા હતા.

ભાણપુરા ગામ ખાતે દીપડો જ્યાંથી આવતો જતો હતો તે રસ્તે બે પાંજરા મૂકવામાં આવ્યા હતા. જેમાં એક પાંજરામાં બકરાને બાંધવામાં આવ્યું હતું, જ્યારે બીજા પાંજરામાં ચાર જેટલા વનકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા. દીપડો નજરે પડે તો તેને એરગનથી બેહોશ કરી દેવાની યોજના વનવિભાગે બનાવી હતી. જોકે, શુક્રવારે પણ દીપડો દેખાયો ન હતો.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर