દાહોદ જીલ્લા દેવગઢબારીયા તાલુકામાં દીપડાનો આતંક હજુ યથાવત છે. આજે વધુ એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી. અત્યાર સુધીમાં દીપડાના હુમલામાં કુલ ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના દેવગઢબારીયા તાલુકાના ધાનપુરમાં છેલ્લા 6-7 દિવસથી દીપડો જંગલ વિસ્તાર છોડી માનવ વસ્તીમાં ફરી રહ્યો છે. આ દીપડો આદમખોર બની ગયો છે, જેણે 6 દિવસમાં અત્યાર સુધીમાં પાંચ લોકો પર હુમલો કર્યો છે, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકી અને મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આજે ભાણપુર ખાતે આદમખોર દીપડાએ એક મહિલાને પોતાનો શિકાર બનાવી, દીપડાએ મહિલાને શિકાર બનાવી જંગલમાં લઈ જઈ પોતાનો ખોરાક બનાવી દીધો. આ પહેલા દીપડાએ કોટંબી, ખલતા પુનાગોટા ગામમાં હુમલો કર્યો હતો. ગઈ કાલે નાની મલુ ગામે એક શ્વાનને શિકાર બનાવ્યો હતો.
આદમખોર દીપડાને ઝડપી પાડવા 150 જેટલા વનવિભાગ કર્મીઓ દિવસ રાત ખડે પગે કામે લાગ્યા છે. દીપડાને પકડવા માટે સાત પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ દીપડો હજુ પકડથી બહાર છે. આજુ બાજુના તમામ ગામના લોકો ડર અને દહેશતમાં જીવી રહ્યા છે, સાંજ પછી ઘરમાંથી બહાર નીકળવું પણ લોકો ટાળી રહ્યા છે.
વનવિભાગની ટીમે આખરે આદમખોર દીપડાને શૂટ કરવાનો નિર્ણય લીધો છે, જેને માટે વનવિભાગે સરકાર પાસે મંજૂરી માંગી છે. હવે સરકાર મંજૂરી આપે તેની રાહ જોવાઈ રહી છે. જોકે, દીપડાને શૂટ કરવા માટે શૂટર ટીમને સ્ટેન્ડ બાય પણ કરી દેવામાં ઓઆવી છે. આ સિવાય દીપડાને ઝડપી પાડવા માટે ધાનપુર જંગલ વિસ્તારમાં કેમેરા ટ્રેપ પમ ગોઠવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
વનવિભાગની ટીમે દીપડાને કરવા માટે સાસણગીરથી ટ્રેકિંગ ટીમને પણ બોલાવવાની તજવીજ હાથ ધરી છે. ટ્રેકિંગ ટીમ મોડી રાત્રે ધાનપુર પહોંચી જશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર