Home /News /madhya-gujarat /દાહોદઃ રાજસ્થાનના 30 લોકોએ 100km દૂર ગુજરાતના સંજેલીમાં આવી કોરોના રસી લીધી, આપ્યું આવું કારણ

દાહોદઃ રાજસ્થાનના 30 લોકોએ 100km દૂર ગુજરાતના સંજેલીમાં આવી કોરોના રસી લીધી, આપ્યું આવું કારણ

સંજેલી આરોગ્ય કેન્દ્રની તસવીર

વ્હોરા સમાજના લોકોએ ઓનલાઈન પોર્ટલ ઉપર દાહોદના સંજેલી CHC ખાતે કોવિશિલ્ડ નો સ્ટોક જોતાં રજીશટ્રેશન કરાવ્યું હતું. ચાર ગાડી પૈકી ત્રણ ગાડી ભાડે કરી 12 હજારનો ખર્ચ કરી 21 મહિલા અને 9 પુરુષ સંજેલી આવી પહોચ્યા હતા.

સાબિર ભાભોર, દાહોદઃ રાજસ્થાનમાં (Rajasthan) બે દિવસ વેકસીનેશન બંધ (vaccination) અને વિદેશ જવા માટે કોવિશિલ્ડ રસીના (Covishield vaccine) બે ડોઝ જરૂરી હોવાથી દાહોદ જિલ્લાના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટોક જોઈ 30 લોકો રાજસ્થાનના સાગવાડાથી સંજેલી (Sagvada to sanjeli) 100 કીમીનું અંતર કાપી રસીકરણ કરાવ્યુ

એકતરફ દેશભરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે કેટલાક સ્થળે વેક્સિન નથી હોતી તો કેટલીક જગ્યાએ એપોઇન્ટમેન્ટ નથી મળતી. તો બીજીતરફ અમુક લોકો માં રસી લેવા માટે અનેક ગેરમાન્યતાઓ પણ રહેલી છે. જેને લઈને લોકો રસી નથી લેતા ત્યારે દાહોદ- રાજસ્થાન- અને મધ્યપ્રદેશ ના વ્હોરા સમાજ ના લોકો એ રસીકરણ માટે ખૂબ જાગરુકતા દર્શાવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

વ્હોરા સમાજ તમામ લોકો રસી લઈ રહ્યા છે દાહોદ ના મોટેભાગ ના સેન્ટર ઉપર વ્હોરા સમાજના લોકોનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે રાજસ્થાન ના વ્હોરા સમાજ ના 21 મહિલા અને 9 પુરૂષ સહિત 30 લોકો 12 હજાર નો ખર્ચ કરી રસી નો પહેલો ડોઝ લીધો.

આ પણ વાંચોઃ-5 રૂપિાયની આ નોટ વેચીને કમાઓ 30,000 રૂપિયા, ફટાફટ ચેક કરો ડિટેલ

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

રાજસ્થાન ના ડુંગરપુર- બાંસવાડા – ઉદેપુર માં બે દિવસ થી વેક્સિનેશન બંધ છે જેને પગલે વિદેશ જવા માંગતા લોકો મૂંઝવણ માં મુકાયા હતા. ત્યારે ડુંગરપુર જિલ્લાના સાગવાડાના વ્હોરા સમાજના લોકોએ ઓનલાઈન પોર્ટલ ઉપર દાહોદના સંજેલી CHC ખાતે કોવિશિલ્ડ નો સ્ટોક જોતાં રજીશટ્રેશન કરાવ્યું હતું.



ચાર ગાડી પૈકી ત્રણ ગાડી ભાડે કરી 12 હજારનો ખર્ચ કરી 21 મહિલા અને 9 પુરુષ સંજેલી આવી પહોચ્યા હતા. સંજેલી CHC ખાતે 6 જૂન ના રોજ કુલ 44 લોકો નું રજીશટ્રેશન થયું હતું જેમાં 30 લોકો રાજસ્થાન ના સાગવાડા ના હતા જેમાં 30 પૈકી ગાડી લઈ ને આવનાર ડ્રાઇવરે પણ રસી લીધી હતી.
First published:

Tags: Corona vaccine, Dahod, ગુજરાત, રાજસ્થાન