દાહોદમાં ભાજપનો દબદબો રહેશે કે કોંગ્રેસનાં કટારા પરિવર્તન કરી શકશે?

News18 Gujarati
Updated: April 23, 2019, 7:10 AM IST
દાહોદમાં ભાજપનો દબદબો રહેશે કે કોંગ્રેસનાં કટારા પરિવર્તન કરી શકશે?
દાહોદ લોકસભા બેઠક

આદિવાસી દાહોદ બેઠક પર ભાજપનાં વર્તમાન સાંસદ જસવંતિસંહ ભાભોરની સામે કોંગ્રેસે બાબુ કટારાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક આદિવાસી માટે અનામત છે. ૧૯૫૭માં દાહોદ લોકસભા બેઠક ઉપર સૌ પ્રથમ સાંસદ તરીકે કોંગ્રેસના જાલજીભાઈ કોયાભાઈ ડિંડોર વિજયી નિવડયા હતા.

  • Share this:
આદિવાસી દાહોદ બેઠક પર ભાજપનાં વર્તમાન સાંસદ જસવંતિસંહ ભાભોરની સામે કોંગ્રેસે બાબુ કટારાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક આદિવાસી માટે અનામત છે. ૧૯૫૭માં દાહોદ લોકસભા બેઠક ઉપર સૌ પ્રથમ સાંસદ તરીકે કોંગ્રેસના જાલજીભાઈ કોયાભાઈ ડિંડોર વિજયી નિવડયા હતા. જિલ્લામાં દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, સીંગવડ, લીમખેડા, ધાનપુર, ગરબાડા અને દેવગઢ બારીઆ એમ ૯ તાલુકામાં તાલુકા પંચાયતો છે જેમાં દાહોદ,ઝાલોદ, ફતેપુરા અને ધાનપુર,લીમખેડા,સીંગવડ અને દેવગઢ બારીઆમાં ભાજપનું શાસન છે જ્યારે કુલ ૬ વિધાનસભા ક્ષેત્રમાં ૩ ભાજપાના તો અન્ય ૩ કોંગ્રેસના ધારાસભ્યો છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ ૭ વિધાનસભા સમાવિષ્ટ છે. દાહોદ,ગરબાડા,ઝાલોદ વિધાનસભા પર કોંગ્રેસનો પંજો અને ફતેપુરા,લીમખેડા, દેવગઢ બારીઆ વિધાનસભા ક્ષેત્ર પર ભાજપાનું શાસન છે

દાહોદ જિલ્લા પંચાયતમાં છેલ્લા ૧૦ વર્ષથી ભાજપાનું શાસન હતું પરંતુ ગત અઢી વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી અને હાલ ફરી જિલ્લા પંચાયત ભાજપાના કબજામાં છે. દાહોદ, દેવગઢ બારીઆ અને ઝાલોદ એમ ત્રણ નગરપાલિકાઓ જેમાં દાહોદ અને દેવગઢ બારીયા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે જ્યારે અને ઝાલોદ નગરપાલિકા પર હાલ કોંગ્રેસનું શાસન હતું પરંતું ગત અડધી ટર્મ તે પણ ભાજપના કબજામાં છે.

૧૯૫૭થી અસ્તિવમાં આવેલી દાહોદ લોકસભા બેઠકમાં અત્યાર સુધી ૧૬ વાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. જે પૈકી ૧૧ વાર કોંગ્રેસ વિજયી નિવડી છે. ૨ વાર સ્વતંત્ર પાર્ટી વિજયી નિવડી છે. ૩ વાર ભારતીય જનતાપાર્ટી વિજયી નિવડી છે.

દાહોદ લોકસભા બેઠકમા કુલ 1597870 મતદારો છે જેમાં 802793 પુરુષ મતદારો છે જ્યારે 795061 મહિલા મતદારો છે.

શું સમસ્યાઓ છે ?

આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ. રોજગારી માટે સ્થળાંતર કરી અન્ય વિસ્તારમાં જવુ પડે છે. આ વિસ્તારમાં અંધશ્રધ્ધાનું પ્રમાણ વધુ પણ ઘણું છે. આરોગ્ય અને શિક્ષણને લગતા પ્રશ્નો પણ ખરાં.ચુંટણીમાં ટ્રાઈબલ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાજકીય પક્ષોએ પણ અહીંયા પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.દાહોદ બેઠક પર જ્ઞાતિનાં સમિકરણો:
આ બેઠક પર સૌથી વધારે 9 લાખથી વધારે આદિવાસીનાં મતો છે. ત્યારબાદ અન્ય પછાત વર્ગોનાં 1.36 લાખ મતો છે અને 1.66 લાખ મતો મુસ્લિમોનાં છે.

વર્તમાન સાંસદનું કાર્ડ
વર્તમાન સાંસદ જસંવતસિંહ ભાભોર તેમના મત વિસ્તારમાં સક્રિય છે. જિલ્લા -તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપે છે તેમણે મત વિસ્તારમાં ચેક ડેમો અને દાહોદને સ્માર્ટસિટિ બનાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. પી.આર.એસ લેજિસ્લેટીવ રિસર્ચનાં આંકડાઓ મુજબ, ભાભોરે સંસદમાં 90 ટકા હાજરી આપી છે. 11 ડિબેટમાં ભાગ લીધો છે. 138 પ્રશ્નો પુછ્યા છે.

કોની-કોની વચ્ચે છે જંગ ?
ભાજપનાં વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરની સામે કોંગ્રેસનાં બાબુભાઇ કટારા વચ્ચે જંગ છે. બાબુ કટારા મૂળ ભાજપમાં જ હતા પણ થોડા વર્ષો પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા અને આ જ બેઠક પરથી કોંગ્રેસનાં સાંસદ તરીકે ચૂંટાયા પણ હતા. ભાજપને તેનું સંગઠન બળ અને વર્તમાન સાંસદનું કામ મદદ કરશે. કોંગ્રેસ માટે તેના પરંપરાગત મતો અને સ્થાનિ પ્રસ્નો, મનરેગો જેવા મુદ્દાઓ મદદરૂપ થઇ શકે. બંને ઉમેદવારો માટે ખરાખરીનો ખેલ છે.
First published: April 23, 2019, 6:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading