Home /News /madhya-gujarat /Dahod News: પ્રેમીને પામવા પત્નીએ સગા ભાઇ સાથે મળી પતિનું ગળું દબાવી પતાવી દીધો
Dahod News: પ્રેમીને પામવા પત્નીએ સગા ભાઇ સાથે મળી પતિનું ગળું દબાવી પતાવી દીધો
પોલીસે પત્ની-પ્રેમી સહિત ચાર આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે
દાહોદ (Dahod News)થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં એક પત્નીએ પ્રેમી સાથે મળી પતિની નિર્મમ હત્યા (Murder) કરી નાાંખી હતી. ફતેપુરા (Fatepura)ના પીપલારા નદી માંથી મળેલ મૃતદેહ (Dead Body)નો ભેદ ઉકેલાઇ ગયો છે.
દાહોદ (Dahod News)થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં એક પત્નીએ પ્રેમી સાથે મળી પતિની નિર્મમ હત્યા (Murder) કરી નાાંખી હતી. ફતેપુરા (Fatepura)ના પીપલારા નદી માંથી મળેલ મૃતદેહ (Dead Body)નો ભેદ ઉકેલાઇ ગયો છે. અહીં પત્ની એ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી અને લાશને નદીમાં ફેંકી દીધી હતી. હત્યાની આ ઘટનામાં પોલીસે પત્ની-પ્રેમી સહિત ચાર આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી લીધા છે.
જણાવી દઇએ કે, ફતેપુરા તાલુકાના પીપલારા ગામે 2 ફેબ્રુઆરીએ પુલ નીચેથી એક યુવકની લાશ મળી આવી હતી. યુવકની પત્નીએ જ પ્રેમી, પોતાના સગા ભાઇ અને ભૂવાની મદદ ળઇ પોતાના જ પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું. પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમમાં આડખીલી બનેલા પતિને વિધિ કરવાના બહાને રાજસ્થાનના ભૂવા પાસે લઇ ગઇ હતી અને બાદમાં પોતાના પિયરમાં લઇ જઇને તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાઇક ઉપર લઇ જઇ લાશને ફેંકી દીધી હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે રહેતાં 45 વર્ષિય રમણભાઇ નાથાભાઇ બરજોડની 40 વર્ષિય પત્ની રેશમબેનને એક વર્ષ પહેલાં બાજુના ગામના રહેતા બોરીયા નારસિંગ પારગી સાથે મળી હતી. આ બાબતની રમણભાઇને ખબર પડી જતાં પતિ-પત્ની વચ્ચે વાંરવાર ઝઘડો થતો હતો. જેના પછી પત્નીએ પોતના પતિની હત્યા કરવા માટે રાજસ્થાનના ભૂવાનો સંપર્ક કર્યો હતો.
રમણભાઇનું મોત શંકાસ્પદ જણાતા હત્યા અને ગુનાઇત કાવતરાનો ગુનો દાખલ કરાયો હતો. જેના પછી ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ સાથે રમણના પરિવારનું નિવેદનો સાથે જરૂરી બાતમીદારોથી બાતમી મેળવી રેશમબેનના આડા સબંધની જાણકારી મેળવી હતી. બાદમાં ઘનિષ્ઠ પુછપરછ બાદ રેશમબેન અને બોરીયાએ હત્યાના ગુનાની કબૂલાત કરી લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર