Home /News /madhya-gujarat /જન્મના બીજા દિવસે જ બાળકનું મોત, દંપતિએ તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બાળકનો મૃતદેહ દાન કર્યો

જન્મના બીજા દિવસે જ બાળકનું મોત, દંપતિએ તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બાળકનો મૃતદેહ દાન કર્યો

દંપતિએ બે દિવસના બાળકના મૃતદેહને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહદાન કર્યું છે.

એક તરફ પોતાના બાળકના મોતના દુ:ખની સાથે-સાથે દેહદાન કરતાં ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સત્તાધીશોએ દંપતીના આવા ઉમદા વિચાર અને કાર્યને બિરદાવ્યૂ હતું. અને ગુજરાતમાં પણ લોકોને અંગદાન કરવું જોઇએ તથા આ અંગે લોકમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવો જોઇએ.

વધુ જુઓ ...
    શબીર ભાભોર, દાહોદ: દાહોદ (Dahod)ની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દંપતીએ પોતાનું બે દિવસનું બાળક મૃત્યુ પામતા તેના મૃતદેહને દાન (donation of child's body) કરી અંગ દાન મહાદાન (Organ donation)ની ઉક્તિ સાર્થક કરી હતી. અંગદાન મહાદાનની ઉક્તિ દાહોદ જિલ્લાના સામાન્ય પરિવારના દંપતીએ સાર્થક કરી બતાવી છે. જેમણે પોતાના બે દિવસના બાળકના મૃતદેહને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહદાન કર્યું છે.

    દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં રહેવાસી અને એસટીમાં કંડક્ટર તરીકેની ફરજ બજાવતા સુનિલ કુમાર ડામોરની પત્નીએ 27 મે નારોજ ઓપરેશન દ્રારા એક બાળકને જન્મ આપ્યો હતો પરંતુ જન્મ સમયે બાળકને શ્વાસોશ્વાસમાં તકલીફ હોવાના કારણે તેની હાલત નાજુક હતી અને બાળકને ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવ્યું હતું પરંતુ બે દિવસની સારવાર બાદ બાળકનું મોત નીપજયું હતું ત્યારે સુનિલભાઈ અંગદાનની સમજણ અને અંગદાન વિશેની વાતોથી પ્રેરાઈને તેમણે પોતાના નવજાત બાળકના મૃતદેહને ઝાયડસ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતાં તબીબી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

    આ પણ વાંચો- ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ શો શરૂ

    ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે પોતાના બાળકનું દેહદાન કર્યું હતું. સુનિલભાઈ નું માનવું છે કે બાળકને અમે દફન કરી દઈએ એના કરતાં તે તબીબી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગી નીવડે અને આ પ્રકારની તકલીફ ભવિષ્યમાં કોઈ બાળકને ન પડે તેવા આશય સાથે દેહદાન કર્યું હતું.

    આ પણ વાંચો- બાળકીને મળ્યું ‘નો કાસ્ટ, નો રિલિજન’નું સર્ટિફિકેટ

    એક તરફ પોતાના બાળકના મોતના દુ:ખની સાથે-સાથે દેહદાન કરતાં ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સત્તાધીશોએ દંપતીના આવા ઉમદા વિચાર અને કાર્યને બિરદાવ્યૂ હતું. અને ગુજરાતમાં પણ લોકોને અંગદાન કરવું જોઇએ તથા આ અંગે લોકમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવો જોઇએ.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Dahod district, Dahod news, Organs donation, દાહોદના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો