Home /News /madhya-gujarat /દાહોદઃ દારૂ પીવા રૂ.30 ન આપતા પતિએ લાકડાના ફટકા મારી પત્નીની કરી હત્યા

દાહોદઃ દારૂ પીવા રૂ.30 ન આપતા પતિએ લાકડાના ફટકા મારી પત્નીની કરી હત્યા

પત્નીની હત્યાની તસવીર

દાહોદના મુવાલીયા ખાતે પત્નીએ દારૂ માટે 30 રૂપિયા ન આપતા નશામાં ચકચૂર બનેલા પતિએ લાકડાના ફટકા મારી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી

સાબીર ભાભોર, દાહોદઃ દાહોદના મુવાલીયા ખાતે પત્નીએ દારૂ માટે 30 રૂપિયા ન આપતા નશામાં ચકચૂર બનેલા પતિએ લાકડાના ફટકા મારી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી

મળતી માહિતી પ્રમાણે દાહોદના મુવાલિયા ખાતે રહેતો છત્રસિંહ ભૂરીયા પોતાની ત્રણ છોકરી અને બે છોકરા અને પત્ની સાથે છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છત્રસિંહ ન દારૂની કુટેવને લઈને પરિવારજનોએ દારૂની લાત છોડાવા અનેક પ્રયાસો કર્યા હતા.

દારૂની લાતમાં ડૂબેલા છત્રસિંહએ દારૂ નહોતો છોડ્યો આજે છ્ત્રસિંહ દારૂ પીને ઘરે આવ્યો હતો. ફરીથી દારૂ પીવા પત્ની લક્ષ્મીબેન પાસે 30 રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ પત્નીએ ન આપતા છત્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. પત્ની અને બાળકોને ગાળો બોલવાની શરૂ કરી હતી. ત્યારબાદ પત્નીને આડા સબંધોનો આક્ષેપ કરી ઘરમાંથી બાળકોને લઈને નીકળી જવા જણાવ્યુ હતું.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પતિએ જાહેરમાં હત્યા કરી

બાદમાં બાજુમાં પડેલું લાકડું લઈને મારવાનું શરૂ કર્યું હતું. લાકડીના ફટકાથી લક્ષ્મીબેનનું મૃત્યુ નિપજતા આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. બાળકોએ બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

દાહોદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોચી છત્રસિંહ વિરુધ્ધ હત્યાનો ગુનો નોધી મૃતદેહને પોર્સ્ટ મોર્ટમ માટે મોકલી હત્યારા પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: Central gujarat, Dahod, Husband, Killed, Wife, ગુજરાત, હત્યા