Home /News /madhya-gujarat /Dahod Election Results 2022: દાહોદમા BJPનો ભવ્ય વિજય, આમ આદમી પાર્ટી ડાયરેક્ટ બોલ્ડ

Dahod Election Results 2022: દાહોદમા BJPનો ભવ્ય વિજય, આમ આદમી પાર્ટી ડાયરેક્ટ બોલ્ડ

દાહોદમાં ભાજપનો વિજય

Gujarat DAHOD Election Results 2022 News: રાજકીય પક્ષોએ આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે, લગભગ 2.5 લાખ મતદારો છે, જેમાં ST સૌથી વધુ, લગભગ 70 ટકા છે, જ્યારે ભાજપ અહીં અત્યાર સુધીમાં માત્ર ત્રણ વખત જીતી શક્યું છે.

વધુ જુઓ ...
ગુજરાતના દાહોદ જીલ્લા હેઠળ - દાહોદ, દેવગઢબારિયા, ફતેપુરા, ગરબાડા, ઝાલોદ, લીમખેડા વિધાનસભા બેઠકો છે, દાહોદ ગુજરાતની વિધાનસભા બેઠક છે, આ બેઠક પરથી પણદા વજેસિંગ પારસિંગભાઈ 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે, દાહોદ બેઠક ખૂબ જ રસપ્રદ રહી છે. અત્યારે આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે, પરંતુ આ વખતે કેટલાક અન્ય પરિણામોની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

જણાવી દઇએ કે રાજકીય પક્ષોએ આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે, લગભગ 2.5 લાખ મતદારો છે, જેમાં ST સૌથી વધુ, લગભગ 70 ટકા છે, જ્યારે ભાજપ અહીં અત્યાર સુધીમાં માત્ર ત્રણ વખત જીતી શક્યું છે.

  • દાહોદ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કનૈયાલાલ બચુભા કિશોરીનો વિજય થયો છે. તેમને 72,198 મત મળ્યા હતા અને 29,350ના માર્જિન સાથે વિજય મેળવ્યો છે.


આ પણ વાંચો :  Panchmahal Election Results 2022 : ગોધરા, હાલોલ સહિત પંચમહાલની 5માંથી 4 સીટો પર BJP આગળ, જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ

બીજી તરફ દાહોદ જિલ્લાની ફતેપુરા વિધાનસભા બેઠક ખાસ બેઠકો પૈકીની એક ગણાય છે, અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પર એક દાયકાથી ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે. આ સીટ પર 2017ની ચૂંટણીમાં ભાજપના રમેશભાઇ ભૂરાભાઇ કટારાએ કોંગ્રેસના મછાર રઘુભાઇને હરાવ્યા હતા. આ વખતે પણ અહીં ભારતીય જનતા પાર્ટીનો વિજયો થયો છે.

જનરલ કેટેગરીની છે દેવગઢબારિયા વિધાનસભા બેઠક


બીજી તરફ ગુજરાતની દેવગઢબારિયા વિધાનસભા બેઠક જનરલ કેટેગરીની છે, જેના પર એક દાયકાથી ભાજપનો દબદબો છે, આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરા દમ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી હતી, જેના કારણે ચૂંટણી પરિણામને લઇને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી પરંતુ તમામ અટકળો વચ્ચે ભાજપનો વિજય થયો છે. બચુભાઈ મગનભાઈ ખાબડનો વિજય થયો છે.

આ પણ વાંચો :  Live | Gujarat Election Result 2022 : સંસ્કારી નગરી Vadodaraમાં ભાજપનું વર્ચસ્વ, 10માંથી 9 બેઠકો પર આગળ

દાહોદ બેઠક પર 2 લાખ 78 હજાર મતદારો


ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ દાહોદ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 278665 છે. જેમાં 138554 પુરૂષ અને 140109 મહિલા મતદારો છે. આ સીટ પર ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા 2 છે.


રસપ્રદ બાબતો


દાહોદ વિધાનસભા બેઠક પર મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં 1,555 વધુ છે. આ બેઠક પર 1000 પુરૂષ મતદારોએ 1011 મહિલા મતદારો છે.
First published:

Tags: Assembly Elections Results 2022, Election Results 2022, Gujarat Assembly Election, Gujarat Elections