દાહોદમાં 72મા ગણતંત્ર દિવસે CM રૂપાણી અને રાજ્યપાલે ધ્વજવંદન કરી નિહાળી પોલીસ પરેડ

દાહોદમાં 72મા ગણતંત્ર દિવસે CM રૂપાણી અને રાજ્યપાલે ધ્વજવંદન કરી નિહાળી પોલીસ પરેડ
દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 વાગ્યાથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ થઈ હતી.

દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 વાગ્યાથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ થઈ હતી.

 • Share this:
  આજે 72મા ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી આખા દેશમાં થઇ રહી છે. ત્યારે દાહોદમાં (Dahod) આજે રાજ્યકક્ષાની (Gujarat) ઉજવણી થઈ રહી છે. સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Rajyapal Acharya Devvrat) સહિતના નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા. 750થી વધુ પોલીસકર્મીઓ (Gujarta Police Parade) પરેડમાં સામેલ થયા હતા રાજ્યના રાજ્યપાલે ધ્વજવંદન (Indian flag unfurling) કર્યું હતું.

  દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 વાગ્યાથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 72મા પ્રજાસત્તાક પર્વના અવસરે બેન્ડવાદકો દ્વારા રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્‍ટરમાંથી પુષ્‍પ પાંખડીઓની વર્ષા સાથે રાષ્‍ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કર્યું છે.

  મેદાનમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ અને રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા બંને મહાનુભાવોને પોડિયમ ખાતે લઈ ગયા હતા. પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પરેડ માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ પરેડમાં પુરુષોની સાથે વિવિધ જિલ્લાની મહિલા પોલીસની ટીમ પણ જોડાઈ છે.  કોરોના વૉરિયર્સનું પણ ખાસ સન્માન થયુ

  દાહોદની ઉજવણીમાં 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ રહ્યા. આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થયા હતા. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં અહીં 1 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન પર કોરોના વૉરિયર્સનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું.  કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા ધવજવંદન કરાયુ

  ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા ધવજવંદન કરવામાં આવ્યું. અહીં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. મંત્રી જવાહર ચાવડા સાથે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું.

  આ ઉપરાંત કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ 26મી જાન્યુઆરીની ઉજવણી કરી. તેમણે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ઉજવણી કરી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ ઉપસ્થિત રહ્યા.
  Published by:Kaushal Pancholi
  First published:January 26, 2021, 10:30 am

  ટૉપ ન્યૂઝ