Gujarat Assembly Elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું રણશીંગું (Gujarat Assembly Elections)ફૂંકાઈ ગયું છે. રાજ્યમાં તમામ પાર્ટીઓની આદિવાસી (Adivasi Vote Gujarat) વોટ બેન્ક પર નજર છે. પહેલાં વડાપ્રધાન મોદીએ (PM Modi) 3 લાખ આદિવાસી ભાઈ-બહેનોની હાજરીમાં મહાસભા ગજવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ (AAP) આદિવાસી નેતા છોટુ વસાવા (Chotu Vasava) સાથે ગઠબંધન કરી આદિવાસી વોટબેન્ક પર સેંધ લગાવવાની કોશિષ કરી છે. દરમિયાન આજથી કૉંગ્રેસ (Gujarat Congress) પાર્ટી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના મહાપ્રચાર અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahu Gandhi Dahod Adivasi Satyagraha) દાહોદમાં આદિવાસી સંમેલન કરી રહ્યા છે. જોકે, સૌની નજર આ સંમેલનમાં આવેલા હાર્દિક પટેલ પર છે. નારાજગીના અહેવાલો અને ભાજપ સાથેના દાવત-એ-ઈશ્ક વચ્ચે હાર્દિક પટેલ (Hardik Patel) 'હું તો કૉંગ્રેસમાં જ છું' એવું ડંકાની ચોટ પર કહી રહ્યા છે. આજે હાર્દિકે ખૂબ ચર્ચા રહેલા નરેશ પટેલના (Naresh Patel) મુદ્દે અને કૉંગ્રેસ અંગે મુક્તમને વાત કરી છે.
હાર્દિક પટેલે કહ્યું, 'આદિવાસી સત્યાગ્રહ' સંમેલન આદિવાસીઓનો અવાજ બુલંદ કરવા માટે કૉંગ્રેસ પાર્ટીનો પ્રયાસ છે. આ એજ કૉંગ્રેસ પાર્ટી છે જેણે ગુજરાત રાજ્યને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી આપ્યા હતા. કૉંગ્રેસ પાર્ટી હંમેશને માટે આદિવાસીઓ સાથે રહી છે. આદિવાસી સમાજ પણ કૉંગ્રેસની સાથે મજબૂતીથી ઊભો રહ્યો છે. આદિવાસીઓને જળ-જંગલ-જમીનનો અધિકાર કૉંગ્રેસ પક્ષે આપ્યો છે.
નરેશ પટેલ વિશે
ગઈકાલે દિલ્હી દરબારમાં કૉંગ્રેસ મવડીમંડળ પાસે પહોંચેલા ખોડલધામ નરેશ અંગે હાર્દિકે કહ્યુ,'નરેશભાઈ જલદી નિર્ણય કરે તેવી વિનંતી છે. નરેશભાઈ જેટલો જલદી નિર્ણય કરશે તેટલી લોકોને રાહત મળશે. કૉંગ્રેસ પક્ષના તમામ નેતાઓ સાથે મળીને અને ગુજરાત માટે કામ કરતા રહેશે.
નારાજગીના અહેવાલો અને ભાજપના નેતાઓ સાથે વધી રહેલા ઘરોબા વચ્ચે હાર્દિક સતત એવું કહે છે કે 'હું તો કૉંગ્રેસમાં જ છું', આજે હાર્દિકે કહ્યું, 'હું પાર્ટીમાં છું અને મારી ભૂમિકા નિભાવું છું, મારી બાબતોનું નિરાકરણ પણ ચોક્કસ આવશે, હું કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ કરતા વધારે કૉંગ્રેસનો કાર્યકર છું, હું આજે પણ રાહુલ ગાંધી સાથે ચોક્કસથી ચર્ચા કરીશ'
" isDesktop="true" id="1207514" >
નરેશ પટેલ અંગે રઘુ શર્મા બોલ્યા-પ્રીમેચ્યોર વાત કરવાનો કોઈ અર્થ નથી
ગઈકાલે નરેશ પટેલને દિલ્હી દરબારમાં લઈ ગયેલા કૉંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પ્રતાપ દૂધાત, કિરીટ પેટલ, લલિત વસોયા, અને લલતિ કગથરા સાંજે વડોદરા એરપોર્ટ પર પરત આવી ગયા હતા. વડોદરા એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા દૂધાતે કહ્યું હતું કે મવડી મંડળ સાથે નરેશ ભાઈની સકારાત્મક બેઠક થઈ છે, નરેશ ભાઈ ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાઈ જશે. જોકે, આજે આ અંગે કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે 'જુઓ આ તમામ બાબતો થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. જે કઈ ચર્ચાઓ થઈ રહી છે તેનું પરિણામ આવશે. આ અંગે અત્યારથી પ્રીમેચ્યોર વાતો કરવાનો કોઈ અર્થ નથી.'
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર