Home /News /madhya-gujarat /Gujarat election 2022: દાહોદ જિલ્લામાં લીમખેડા વિધાનસભા બેઠક ભાજપનો સૌથી મજબૂત ગઢ

Gujarat election 2022: દાહોદ જિલ્લામાં લીમખેડા વિધાનસભા બેઠક ભાજપનો સૌથી મજબૂત ગઢ

Limkheda assembly constituency: લીમખેડા વિધાનસભા બેઠકમાં કુલ 218203 મતદાર પૈકી 108081 પુરુષ મતદાર અને 110116 મહિલા મતદાર છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લીમખેડા બેઠક માટે અન્ય દાહોદની બેઠક જેટલો ભય નથી. હાલના દાહોદ લોકસભાના મંત્રી જશવંતસિંહ ભાભોર લીમખેડાના ધારાસભ્યં રહી ચુક્યા છે,

Limkheda assembly constituency: લીમખેડા વિધાનસભા બેઠકમાં કુલ 218203 મતદાર પૈકી 108081 પુરુષ મતદાર અને 110116 મહિલા મતદાર છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લીમખેડા બેઠક માટે અન્ય દાહોદની બેઠક જેટલો ભય નથી. હાલના દાહોદ લોકસભાના મંત્રી જશવંતસિંહ ભાભોર લીમખેડાના ધારાસભ્યં રહી ચુક્યા છે,

વધુ જુઓ ...
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) માટે જોરશોરથી તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આ વર્ષે કોંગ્રેસ અને ભાજપની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી હોવાથી રાજકીય સમીકરણોમાં થોડા બદલાવ આવી શકે તેવી સંભાવના છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપ સરકારમાં રહેલી ત્રુટીઓ લોકો સુધી પહોંચાડવા રેલીઓ, આંદોલનો અને સભાઓ શરુ કરી દીધી છે. દાહોદ જિલ્લો બધા જ પક્ષોનો હોટ ફેવરિટ છે, તેનું કારણ અનામત આદિવાસી બેઠકો છે.

લીમખેડા ગુજરાતનો 182 વિધાનસભા મત વિસ્તાર છે. લીમખેડા વિધાનસભા મતવિસ્તાર દાહોદ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે.અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકમાં લીમખેડા (limkheda assembly constituency) તાલુકો આખો આવરી લેવાયો છે

લીમખેડા વિધાનસભા બેઠકમાં કેટલા મતદાતા

લીમખેડા વિધાનસભા બેઠકમાં કુલ 218203 મતદાર પૈકી 108081 પુરુષ મતદાર અને 110116 મહિલા મતદાર છે.

2017માં આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી. 2017માં ભારતીય જનતા પાર્ટીના ભાભોર શૈલેષભાઈ સુમનભાઈએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તડવી મહેશભાઈ રતનસિંહને 19314 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. આ અગાઉ 2012માં ભાભોર જશંવતસિંહ સુમનભાઈ કોંગ્રેસના બારિયા પુનાભાઈ જેસિંહભાઈને 15330 મતથી હરાવીને લીમખેડાના ધારાસભ્ય બન્યા હતા. જે આજે 17મી લોકસભામાં દાહોદ જિલ્લાના ભાજપના સંસદસભ્ય છે. જસવંત સિંહ ભાભોર ગુજરાતના એક લોકપ્રિય આદિવાસી નેતા છે. તેઓ સ્વચ્છ અને સુલભ પ્રકૃતિ માટે ઓળખાય છે.

જસવંત સિંહ ભાભોરનો દબદબો

જસવંત સિંહ ભાભોરે ભાજપના ઉમેદવાર તરીકે રાજકારણમાં પગરણ માંડતા પહેલા સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. 2014માં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સામાન્ય ચૂંટણી જીતી હતી. તેઓ "લો-પ્રોફાઇલ" નેતા છે, તેમની ગણના પાયાના મૂળ કાર્યકરો એટલે કે શ્રમિકો સાથે સંપર્કમાં રહેતા નેતા તરીકે કરવામાં આવે છે.

ભાજપની દાહોદ જિલ્લામાં પકડ માટે તેમનો ફાળો મહત્વનો છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને 2014માં કેન્દ્રીય મંત્રી મંડળમાં આદિજાતિ રાજ્ય મંત્રી બનાવાયા હતા, પરંતુ 2019માં બીજી વખત ચુંટાયા પછી તેમને કંન્દ્રીય મંત્રી મ્ંડળમાં સમાવાયા નથી. છતાં તેઓ પક્ષ માટે ખુબ ઉત્સાહથી કામ કરતા રેહવા માટે માનીતા છે.

આ પણ વાંચો- Gujarat Election 2022: સંતરામપુર બેઠક પર કોનું પલડું રહેશે ભારે? જાણો

વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોની તૈયારી

આ વર્ષનાં અંતમાં યોજાનારી ચૂંટણીના અડધા વર્ષ પેહલા રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આપની ટોપ લીડરશીપ ગુજરાતમાં સભાઓ અને રેલીઓમાં પ્રત્યક્ષ હાજરી લઇ રહ્યાં છે. વર્ષની શરૂઆતથી જ નરેન્દ્ર મોદી, કેજરીવાલ અને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે વળી આપ અને કોંગ્રેસ દાહોદ જિલ્લા ની તેમજ અન્ય આદિવાસી બેઠકો જ્યાં ભાજપ ની પકડ થોડી ઢીલી છે, ત્યાં પોતાનો સિક્કો ચલાવવા મેહનત કરી રહ્યાં છે, જયારે ભાજપ આદિવાસી બેઠકોને પણ પોતાની તરફ કરવા માટે કામ કરી રહ્યું છે.

જોકે લીમખેડા બેઠક પર ભાજપની પકડ છે, છતાં ભાજપ 2022માં 150થી વધુ બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે કામ કરી રહી છે, ત્યારે મધ્યઝોનમાં 40 પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લીમખેડા વિસ્તારમાંથી સમરસિંહ પટેલ વરણી થઇ હતી. 2021માં થયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં લીમખેડા તાલુકા પંચાયતની 24 પૈકી 2 બેઠકો બિનહરીફ સાથે 23 બેઠક ભાજપે કબજે કરતા લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું હતું.

રાહુલ ગાંધીની પણ પૂરજોશમાં તૈયારી

કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત CIP લીડર ટીમની મુલાકાત અને મિટિંગ યોજાઈ હતી. મે મહિનામાં રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીની યોજના બનાવી હતી. જેમાં જોડવા માટે સ્થાનિક સ્તરે પણ ધારાસભ્યં અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા વગેરેએ દાહોદના વિધાનસભા મતક્ષેત્રોમાં ગામડાઓમાં જઈને લોકસંવાદ કર્યો હતો. પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ લીમખેડા અને શિંખવડ તાલુકાના કાર્યકરો સાથે મિટિંગ કરી હતી.

આમ આદમી પાર્ટી સર્જિ શકે છે અપસેટ

લીમખેડા તાલુકામાં આમ આદમી પાર્ટીએ આંતર ગામમાં નવનિયુકત સંગઠન મંત્રીઓનો સન્માન સમારંભ યોજ્યો હતો. જેમાં લીમખેડા વિધાનસભા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે તરૂલતાબેન હઠીલાની નિમણૂંક થઇ હતી. આ ઉપરાંત લિમખેડા અને સીંગવડ તાલુકા ખાતે જનસંવેદના યાત્રા યોજી હતી,

જે દરમિયાન સભા કરી નેતાઓએ આવનાર 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનવા ઇશુદાન ગઢવીએ આહવાન કર્યું હતું, જયારે આમ આદમી પાર્ટીમાં જોડાવા યુવાઓને હાકલ કરી હતી. દાહોદ જિલ્લાના ગામોમાં પાણી, સિંચાઈ, આવાસ યોજના વગેરે સરકારી યોજનાઓનો લાભ મળતો નથી અને આદિવાસી સમાજને થતો અન્યાય રોકવા આમ આદમી પાર્ટી કાર્યરત છે એવો સંદેશ જનતાને આપ્યો હતો.

આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લીમખેડા બેઠક માટે અન્ય દાહોદની બેઠક જેટલો ભય નથી. હાલના દાહોદ લોકસભાના મંત્રી જશવંતસિંહ ભાભોર લીમખેડાના ધારાસભ્યં રહી ચુક્યા છે, વળી 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન લીમખેડા વિધાનસભામાં છેલ્લી ઘડી સુધી ઉમેદવારના નામની અટકળો ચાલી રહી હતી.

આ પણ વાંચો- Gujarat election 2022: અનુસુચિત જનજાતિ માટે અનામત મહુવા બેઠકની સ્થિતિ શું છે? જાણો કોનું છે વર્ચસ્વ

2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જશવંત સિંહ ભાભારોના ભાઈએ મારી બાજી

જશવંતસિંહ ભાભોરના સગાભાઈને લીમખેડા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ વિજયી પણ થયા હતા. લીમખેડા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં જ યોજાયું હતું. વળી, ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભા લીમખેડાના મતદારોને રિઝવવામાં સફળ રહયું છે.

હવે 2022 ની ચૂંટણીઓમાં પણ લીમખેડા ભાજપ ને વફાદાર રહેશે કે અન્ય કોઈ પક્ષ ભાજપના ગાઢ માં ઘુસી શકશે? ભાજપ માટે ઉમેદવાર ની પસંદગી એકમાત્ર ચેલેન્જ હોય એમ લાગે છે જયારે અન્ય પક્ષોએ જનતાને રીઝવવા ઘણી મેહનત કરવી પડશે.

લીમખેડા બેઠક  પર  ભૂતકાળની ચૂંટણીઓમાં હાર-જીત (Win-Loss in Limkheda seat in past elections)
વર્ષવિજેતા ઉમેદવારનું નામપક્ષ
2017શૈલેષભાઇ ભાભોરભાજપ
2012ભાભોર જશંવતસિંહ સુમનભાઈભાજપ
2007શ્રી.બારિયા ચંદ્રિકાબેન છગનભાઈઆઇએનસી
2002બાબુભાઈ સોનિયાભાઈ ભાભોરભાજપ
1998નાગરસિંહ ગુલાબસિંહ પસ્યાઆઇએનસી
1995રાયસિંહ કુકાભાઈ પરમારભાજપ
1990પસ્યા નાગરસિંહ ગુલાબસિંહજેડી
1985પસ્યા વીરસિંગભાઈ ભુલાભાઈઆઇએનસી
1980પસ્યા વીરસિંગભાઈ ભુલાભાઈઆઇએનસી
1975મહાનિયા વીરસિંહ ગંગાજીભાઈએનસીઓ
1972વીરસિંગ ગંગજી મોહાનિયાએનસીઓ
1967વી.બી.પસ્યાએસડબલ્યૂએ
1962બાડિયા મુલા ગુદયાએસડબલ્યૂએ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા | પારડી |
First published:

Tags: Assembly elections 2022, Dahod, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, લીમખેડા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો