Home /News /madhya-gujarat /Gujarat election 2022: જાણો દાહોદની ફતેપુરા વિધાનસભા બેઠકનો ચિતાર અને સમજો બેઠક પર પ્રવર્તતા પ્રશ્નો વિશે
Gujarat election 2022: જાણો દાહોદની ફતેપુરા વિધાનસભા બેઠકનો ચિતાર અને સમજો બેઠક પર પ્રવર્તતા પ્રશ્નો વિશે
fatepura assembly constituency: ફતેપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. આ બેઠકને 2008 પછી જ વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો. અત્યાર સુધી આ બેઠક પર માત્ર બે જ વખત વિધાનસભાની ચૂંટણી થઈ છે.
fatepura assembly constituency: ફતેપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. આ બેઠકને 2008 પછી જ વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો. અત્યાર સુધી આ બેઠક પર માત્ર બે જ વખત વિધાનસભાની ચૂંટણી થઈ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly election 2022) તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તેવામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક કાર્યરર્તાઓથી લઇ પેજ પ્રમુખ અને નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આગામી થોડા સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ જમીની સ્તરે પક્ષને મજબૂત કરવાની કવાયત હાથ ધરાઈ છે.
મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ ઝોન વાઇઝ બેઠકો યોજી રહી છે. ત્યારે ગુમાવેલી સીટો પરત મેળવવા માટે બીજેપી અને મેળવેલી સીટો જાળવી રાખવા માટે કોંગ્રેસ તનતોડ તૈયારી કરી રહ્યું છે. ચૂંટણીના શંખનાદની વચ્ચે અમે આપની સમક્ષ ગુજરાતની તમામ 182 બેઠકોનુ ચિત્ર આપની સમક્ષ મુકતા હોઈએ છીએ. ત્યારે આ ચર્ચા અંતર્ગત આજે આપણે વાત કરીશું ફતેપુરા વિધાનસભા બેઠક વિશે.
ફતેપુરા વિધાનસભા બેઠક (Fatepura assembly seat)
ફતેપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. આ સાથે જ ફતેપુરા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંની 129 નંબરની બેઠક છે. ફતેપુરા વિધાનસભા દાહોદ જિલ્લાનો ભાગ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠક વર્ષ 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી છે. આ બેઠક અંતર્ગત ફતેપુરા તાલુકાના ગામો અને ઝાલોદ તાલુકાના થઈ કુલ 96 ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે. વર્ષ 2017 પ્રમાણે ફતેપુરા મતવિસ્તારમાં આશરે કુલ 210118 મતદારો છે, જેમાં 105854 પુરૂષ, 104262 મહિલા અને 2 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
બેઠક પર હાર-જીતના સમીકરણ (Fatepura win-lose equation on the seat)
વર્ષ
વિજેતા ઉમેદવારના નામ
પક્ષ
2017
કટરા રમેશભાઈ
બીજેપી
2012
કટરા રમેશભાઈ
બીજેપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દાહોદ જિલ્લાની ફતેપુરા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો હતો. ગત વખતે અહીંની ચૂંટણીમાં ભાજપ તરફથી કટારા રમેશભાઈ ભુરાભાઈ અને કોંગ્રેસમાંથી મચ્છર રધુભાઈ ડીટાભાઈ અને એનસીપી તરફથી પ્રભુભાઈ બારિયા મેદાનમાં હતા. આ ચૂંટણીમાં ભાજપના કટારા રમેશભાઈ ભુરાભાઈનો વિજય થયો છે.
આ બેઠકને 2008 પછી જ વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો. અત્યાર સુધી આ બેઠક પર માત્ર બે જ વખત વિધાનસભાની ચૂંટણી થઈ છે. 2012માં અહીં ભાજપના રમેશભાઈ ભુરાભાઈને 47 ટકા મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના ભીમાભાઈને હરાવ્યા હતા. મીતાભાઈને 42 ટકા મત મળ્યા હતા. આ સીટ અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવે છે.
ધારાસભ્યમાં અસંતોષ
જિલ્લામાં ફતેપુરા બેઠક પરથી રમેશ કટારા બીજી વખત ચુંટાયેલા યુવાન ધારાસભ્ય છે, પરંતુ તેઓને પણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ નથી. લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર પ્રથમ વખત જ ચુંટાયેલા અને તેઓ પણ યુવાન છે, છતાં તેમનો પણ સમાવેશ ન કરાતાં જિલ્લાને મંત્રી મંડળમાં કોઇ પણ પ્રકારનુ પ્રતિનિધિત્વ અપાયુ નથી. જેને કારણે જિલ્લાના મતદારો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં નિરાશા સાથે આશ્ચર્ય પણ ફેલાયુ છે.
પેટ્રોલ-ડિઝલની કાળાબજારી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં છેલ્લા એક માસ ઉપરાંતથી પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ-ડીઝલ નહીં હોવાના પેટ્રોલ પંપો ઉપર પાટિયા ઝુલતાં નજરે પડે છે. જેથી ફતેપુરા તાલુકાના મોટાભાગના વાહનચાલકો ઝાલોદ, સંતરામપુર કે અન્ય સ્થળે આવેલા પેટ્રોલ પંપો ઉપર ડીઝલ-પેટ્રોલ પુરાવવા માટે જવા મજબુર બની રહ્યા છે. બીજી બાજુ નાની-મોટી દુકાનો ગલ્લા પર તેમજ પેટ્રોલ-ડીઝલ વીનાના પેટ્રોલ પંપોની આસપાસમાં કેટલાક લોકો ડબલાઓમા ભરી મોંઘા ભાવે પેટ્રોલ વેચાણ કરતા હોવાનું જોવા મળે છે.
નાની-મોટી દુકાનોમાં આજ પેટ્રોલ રૂપિયા 140થી160ના લિટરના ભાવે ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોવાનું જોવા મળે છે. પેટ્રોલ-ડીઝલ આવતાં જ કેટલાક લોકો કાળા બજારમા ઊંચા ભાવે વેચાણ કરવાના આશયથી લિટરો બંધ પેટ્રોલ-ડીઝલ ખરીદ કરી લઈ જઈ વેચાણ કરી રહ્યા હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળે છે. ત્યારે જાહેરમાં ખુલ્લેઆમ પેટ્રોલનો વેપલો કરતા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
તળાવ ઉંડા કરવાની યોજનાનો ફિયાસ્કો
સરકાર દ્વારા તળાવો ઉંડા કરવાની કામગીરી પુર જોશમાં ચાલી હતી જેના ભાગરૂપે રાજ્યના ઘણા તળાવ ઊંડા કરવામાં આવ્યા છે. ભૂગર્ભજળ ઉંચુ આવે અને જળ સંકટ દૂર થાય તે હેતુથી તળાવ ઊંડા કરી જળ સંગ્રહ કરી શકાય તે માટેનું સરકાર દ્વારા આયોજનો કરવામાં આવે છે. ત્યારે ફતેપુરા તેમજ કરોડિયા ગ્રામ પંચાયત ધારા સરકારની યોજનાઓનુ ઉલ્લંઘન કરી ફતેપુરા તેમજ કરોડિયા ગામ પંચાયત વિસ્તારમાં આવેલા નગરના કચરો તેમજ મરેલા પશુઓ ઢોર ઠાકરો આ તળાવમાં નાખી દેવામાં આવે છે, જેના કારણે તળાવ ધીરે-ધીરે અડધા ઉપર પૂરાણ થઇ ગયેલ છે.
આમ ફતેપુરા નગરમાં આ યોજનાની એસી કે તેસી કરી સરકારી યોજના નિષ્ફળ બનાવી છે. ત્યારે ફતેપુરા નગરવાસીઓ દ્વારા તળાવની જાળવણી કરવામાં આવે અને તંત્ર દ્વારા દબાણ ખુલ્લુ કરી સાફ સફાઈ કરી તળાવને ઉંડુ કરીને ગંદકી દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
ફતેપુરા ગામના લોકોએ આ વખતે નેતાઓ અને પાલીકા સત્તાધીશો સામે મોચરો ખોલી લીધો છે. સમસ્યાઓનું સમાધાન ન થતાં ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી ગ્રામજનોએ આપી દીધી છે. ડંપિંગ સાઈટનો પાલિકા અને આસપાસના વિસ્તારનો કચરો ગામ પાસે જ ઠાલવાતા ગામના લોકો કચરો અને તેની દુર્ગંધથી તોબા પોકારી ગયા છે. ગામના લોકોની માંગ છે કે ડંપિંગ સાઈટની જગ્યા તુરંત બદલી દેવાય અને ગામની દુર ખસેડી લેવાય અત્યારે પણ જે કચરો ત્યાં પડ્યો હોય તેને પણ દુર કરી દેવાય. જો ટુંક સમયમાં આ માંગણી પૂર્ણ નહી થાય તો આગામી વિધાનસભાની ચુંટણીમાં ફતેપુરા ગામના લોકો ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી આપી છે. જેની સંપૂર્ણ જવાબદારી પાલિકા અને પાલિકાના સત્તાધીશોની રહેશે.
વરસાદી પાણીનો નિકાલ કરાતો નથી
ફતેપુરા ગામમાં 2013થી વરસાદી પાણી નિકળવાનો પ્રશ્ન હતો છે. ઘણા નેતાઓ ગામની મુલાકાતે આવી ગયા ગણી જગ્યાઓ પર સમસ્યા માટે ગ્રામજનો દ્વારા અરજીઓ પણ અપાઈ પરંતુ સમસ્યા પોતાની જગ્યાથી હલી નહોતી. ચોમાસુ આવતુને ફતેપુરા ગામમાં વરસાદના પાણીથી ગંદકી અને ગામના લોકોના જીવ જોખમાતા. ગામના લોકોએ પોતાના ખર્ચે તો ક્યાંક અલગ અલગ ગ્રાંટના પૈસા પણ આ સમસ્યા દુર કરવામાં લગાવી દીધા હતા. એક સમસ્યાનો જાતે છુટકારો મેળવ્યો ત્યાં ગ્રામજનો માટે બીજી સમસ્યા આવીને ઉભી થયાનો દાવો સ્થાનિક લોકો કરી રહ્યા છે.