Home /News /madhya-gujarat /

ભાજપનો ગઢ કહેવાતી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક, જાણો રાજકીય દાવપેચ અને સમીકરણો

ભાજપનો ગઢ કહેવાતી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક, જાણો રાજકીય દાવપેચ અને સમીકરણો

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતા ભાજપ, કોંગ્રેસ, આપ સહિત રાષ્ટ્રીય પાર્ટીઓના નેતા નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત દાહોદ વિધાનસભા મતવિસ્તારમાંથી કરવામાં આવી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ગુજરાત વિધાનસભાની છ બેઠકો આવેલી છે. છ પૈકી ઝાલોદ, દાહોદ અને ગરબાડા આ ત્રણ બેઠકો કોંગ્રેસના ફાળે છે જ્યારે ફતેપુરા, લીમખેડા અને દેવગઢ બારીયા આ ત્રણ બેઠકો ભાજપના ફાળે આવેલી છે. જીલ્લાની મહત્તમ બેઠકો પર કબજો જમાવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે.

  દાહોદ જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકોમાંથી પાંચ બેઠકો આદિજાતિ માટે અનામત છે. જ્યારે દેવગઢ બારીયા એક માત્ર સામાન્ય બેઠક છે. તો ચાલો નજર કરીએ મતદરો અને રાજકીય સમીકરણોની નજરે અતિ મહત્વની ગણાતી દેવગઢ બારિયા બેઠકની સ્થિતિ પર.

  દેવગઢ બારિયાનો ચૂંટણી ઇતિહાસ

  દેવગઢબારિયા વિધાનસભા સીટ પર 1962થી 1972 સુધી SWAના ઉમેદવાર જયદિપસિંહ સુભક્તસિંહજીએ જીત મેળવી સત્તાનું સુકાન હાથમાં લીધું હતું. 1980 અને 1985 એમ સતત બે ટર્મ સુધી કોંગ્રેસના રમણ પટેલના ફાળે આ બેઠક આવી હતી. વર્ષ 1990મા યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઉર્વશીદેવીએ બાજી મારી હતી. ત્યારબાદ વર્ષ 1995માં ભાજપના ઉમેદવાર પ્રતાસિંહ પટેલે જીત મેળવવાની સાથે આ બેઠક પર ભાજપ માટે ખાતું ખોલ્યું હતું.

  જોકે, ત્યાર બાદના વર્ષોમાં આ બેઠક પર ભારે રસાકસી રહી છે. 1998માં કોંગ્રેસના ઉમેદવાર મહારાઉ ઉર્વશીદેવીએ ફરી પોતાની ગુમાવેલી સત્તા મેળવી લીધી હતી. તો વર્ષ 2002માં ભાજપના બચુભાઇ ખાબડે કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લીધી હતી. જોકે, 2007માં અહીં એનસીપીનો ઉદય થયો અને તુસારસિંહ કનકસિંહ મહારાઉ વિજેતા બન્યા હતા. વર્ષ 2012માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના બચુભાઇ ખાબડ ફરી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2017માં આ સીટ ભાજપે જીતી હતી.

  ગુજરાત રાજ્યની 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દેવગઢબારિયા વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 59.26 નોંધાઈ હતી. 2017માં ભાજપના ઉમેદવાર બચુભાઇ ખાબડે કોંગ્રેસના ભરતસિંહ વાખલાને 59.26 વોટના માર્જીનથી હરાવ્યા હતા. સતત બે ટર્મથી હાલ ભાજપ આ બેઠક પર અડ્ડો જમાવીને બેઠેલી છે. જોકે આ વર્ષે યોજાાનરી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે જ આ બેઠક પર પણ ત્રિપાંખીયો જંગ જામી શકે છે. હાલ સૌ કોઇની મીટ આ બેઠક પર મતદારોનો મૂડ કેવો છે તેના પર મંડાયેલી છે.

  હાલમાં બેઠક પર શું છે રાજકિય સ્થિતિ?

  જિલ્લામાં દેવગઢ બારીયા, ફતેપુરા અને લીમખેડા બેઠક પર ભાજપાના ધારાસભ્યો ચુંટાયેલા છે. વર્ષ 2014માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઇ ખાબડને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. ત્યાર બાદ રુપાણી સરકારમાં પણ તેઓ મંત્રી પદે હતા.

  તેવા સમયે આખે આખી રુપાણી સરકારનું રાજીનામુ લેવાતા બચુભાઇ ખાબડે પણ રાજીનામું આપી દેવુ પડ્યુ હતુ. ત્યારે હાઇ કમાન્ડે નો રીપીટની થીયરી અપનાવતાં તેમનુ પત્તુ પણ આપો આપ જ કપાઇ ગયુ છે. તેઓ વર્ષ 2002-07 અને ત્યાર બાદ 2012થી હાલ સુધી ધારાસભ્ય છે. આમ તેઓની આ ત્રીજી ટર્મ છે.જો કે જૂના એકેય મંત્રીને ફરીથી પદ ન આપાતાં બચુભાઇ પણ હવે સામાન્ય ધારાસભ્ય જ રહી ગયા છે.  જેને કારણે જિલ્લાના મતદારો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં નિરાશા સાથે આશ્ચર્ય પણ ફેલાયુ છે.

  આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ પશુપાલન ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહનિર્માણ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી અને દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ પોતાને મળતા પગારમાંથી એક લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવ્યો હતો. જ્યારે નોવેલ કોરોના વાયરસને સંક્રમણને અટકાવવા અને સારવાર હેતુ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સ્ટેટ હેલ્થ સોસાયટી ગુજરાતની ધારાસભ્ય તરીકે મળતી વર્ષ 2020-21 ની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખની ફાળવણી કરી હતી.

  દેવગઢ બારિયામાં જાતિગત સમીકરણો

  દાહોદ જિલ્લામાં 75 ટકા આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે. જેમાં મહત્તમ ભીલ અને ત્યારબાદ પટેલીયા સમુદાયના આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે. તેથી જ દેવગઢ બારિયામાં પણ આદિવાસી મતદારોનું પ્રભુત્વ વધારે છે. આ બેઠક પર અંદાજે કુલ 2,22,384 મતદારો નોંધાયેલા છે. શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન ધર્મના લોકો વસવાટ કરી રહ્યા છે.

  મતવિસ્તામાં પ્રજાની સમસ્યાઓ

  દેવગઢ બારિયામાં આજે પણ પ્રજા વિકાસ ઝંખી રહી છે. ચૂંટણી સમયે મત માંગનારા નેતાઓ ચૂંટાયા બાદ અન્ડર ગ્રાઉન્ડ થઇ જતા અહીંની પ્રજાની સમસ્યાઓને વાચા મળી રહી નથી કે ન તો તેનો ઉકેલ આવી રહ્યો છે. વિકાસના કામોથી વંચિત અને સામાન્ય સુવિધા જેવી કે વાહનવ્યવહાર, પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઇનું પાણી, તબીબી સેવાઓ અને શિક્ષણનો અભાવ આજે પણ આ વિસ્તારને પછાત વિસ્તારોની યાદીમાં ઉમેરી દે છે.

  બીજી તરફ રોડ રસ્તા અને સ્વચ્છતા, રોજગારી, વધતી જતી ટ્રાફિકની સમસ્યા જેવા અનેક પ્રશ્નો પણ મતદારોનો મૂડ આક્રમક બનાવી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ક્યો પક્ષ મતદારોને રીઝવવામાં સફળ રહેશે તે તો હવે આવનાર સમય જ બતાવશે.

  આ બેઠક પર સર્જાયેલા વિવાદો

  દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગ્રામ પંચાયતમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે નવા વોર્ડની રચના કરવાને લઇને વિવાદ ઊભો થયો હતો. વોર્ડના અન્ય સભ્યો દ્વારા સરપંચ અને તલાટીએ પોતાની મનમાની ચલાવી વોર્ડમાં નવા મતદારો દાખલ કર્યા હતા. તેથી ગામના લોકો અને વોર્ડના સભ્યોએ આ બાબતે ચૂંટણી અધિકારીને આવેદન આપતા હોબાળો મચી ગયો હતો.

  દેવગઢ બારિયામાં યોજાયેલી ચૂંટણીઓ
  ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017બચુભાઇ ખાબડભાજપ
  2012બચુભાઇ ખાબડભાજપ
  2007તુસારસિંહ મહારાઉએનસીપી
  2002બચુભાઇ ખાબડભાજપ
  1998મહારાઉ ઉર્વશીદેવી જયદિપસિંહકોંગ્રેસ
  1995પ્રતાપસિંહ પટેલભાજપ
  1990મહારાઉ ઉર્વશીદેવી જયદિપસિંહકોંગ્રેસ
  1985રમણ પટેલકોંગ્રેસ
  1980રમણ પટેલકોંગ્રેસ (આઇ)
  1972જયદિપસિંહ એસ.આઇએનડી
  1967જયદિપસિંહજીSWA
  1962જયદિપસિંહ એસ.SWA

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ |ચોર્યાસી |  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Dahod, Devgadh Baria, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन