Home /News /madhya-gujarat /દાહોદમાં સભા માઇક બગડતા બચુ ખાબડની રમૂજ, કોંગ્રેસ-આપ પર કર્યો કટાક્ષ

દાહોદમાં સભા માઇક બગડતા બચુ ખાબડની રમૂજ, કોંગ્રેસ-આપ પર કર્યો કટાક્ષ

બેથી ત્રણ વાર માઇક બંધ થઈ જતા બચુ ખાબડ રમુજી મૂડમાં જોવા મળ્યા

Gujarat assembly election 2022: સભામાં બેથી ત્રણ વાર માઇક બંધ થઈ જતા બચુ ખાબડ રમુજી મૂડમાં જોવા મળ્યા, કોંગ્રેસ-આપ વિશે કહ્યુ આવું

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
દાહોદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત દાહોદમાં વિજય સંકલ્પ સમલેન યોજાયું. આ સમલેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. જોકે આ સભા પહેલા ધારાસભ્ય અને દેવગઢ બારિયાના ભાજપના ઉમેદવાર બચુ ખાબડ સંબોધન કરી રહ્યા હતા ત્યારે બેથી ત્રણ વાર માઇક બંધ થઈ જતા બચુ ખાબડ રમુજી મૂડમાં જોવા મળ્યા પણ આવા મૂડમાં પણ તેમણે આપ અને કોંગ્રેસ પર આક્ષેપ કરી દીધા.

માઇક વારંવાર બંધ થઈ જતા બચુભાઇ રમુજી મૂડમાં

દાહોદમાં ચૂંટણી પ્રચારને લઈ ખરોડ ગામે વિજય સંકલ્પ સંમેલન યોજાયું. દાહોદની 6 વિધાનસભા બેઠકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધન કર્યું. જોકે આ સભા પહેલા જોરદાર ઘટના બની. સભા પહેલા ઉમેદવારો આવેલી જનતાને સંબોધી રહ્યા હતા અને તેમાં પણ ધારાસભ્ય અને દેવગઢ બારિયાના ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ સંબોધન કરી રહ્યા હતા.  તે દરમિયાન માઇક વારંવારં બંધ થઈ જતા બચુભાઇ રમુજી મૂડમાં જણાયા. તેમણે માઇક બંધ થઈ જતા બચુભાઇ બોલ્યા કે, આપ કે કોંગ્રેસએ કંઈક કર્યું લાગે છે. જોકે, પછી માઇક ચાલુ થતા કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા.

આ પણ વાંચો: અમદાવાદ: તમારા ઘરે આવતો ગેસનો બાટલો ચેક કરી ને લેજો, ચાલે છે આવો ધંધો

'કોંગ્રેસ કયા મોઢે વોટ માંગે છે'

સંબોધનમાં તેમણે કહ્યું કે, દાહોદની 6 સીટો ભાજપની આવશે. કોંગ્રેસ ક્યા મોઢે વોટ માંગવા નીકળી છે. 2017માં પ્રધાનમંત્રી લીમખેડામાં સિંચાઈ કડાણા યોજના માટે આવ્યા હતા, ત્યારે કોંગ્રેસે કાળા વાવટા ફરકાવ્યા હતા. તેમની સરકારે જિલ્લાના વિકાસ માટે કડાણા જળાશયનું પાણી ખેતર સુધી જાય તેની વ્યવસ્થા કરી છે. દાહોદ જીલ્લાને પીવાનું પાણી મળે તેવો સંકલ્પ છે. કોંગ્રેસના શાસનમાં દાહોદને એક મેડિકલ કોલેજ આપી નથી. કોંગ્રેસ કયા મોઢે વોટ માંગે છે. અમે આવનારી પેઢીને તારવાનું કામ કરી રહ્યા છીએ. હવે કોઈ પાર્ટીનો વારો આવે તેમ નથી. આપવાળા ખાતું ખોલાવી નહીં શકે. આ વખતની ચૂંટણી નબળી પાતળી નથી. લોકોએ 100 ટકા મતદાનના સંકલ્પ સાથે નીકળવાનું છે. 25, 50 હજાર કે લાખની લીડથી સૌને જીતડવાના છે. હાલ વિકાસનો સુવર્ણ યુગ ચાલે છે. ચૂંટણી સમયે મફત આપવા વાળા નીકળશે. ગેરન્ટી કાર્ડ આપે છે. એને કઈ બેંકમાં વટાવવાનું તેનું સરનામું તો આપો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Bjp gujarat, Dahod news, Gujarat Assembly Election 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन