દાહોદઃ અંધશ્રદ્ધાના કારણે પૌત્રીના ટૂકડા કરી દાટી દેનાર દાદાની ધરપકડ

ધાનપુર તાલુકાના પીપેરોમાં આશરે એક માસ અગાઉ જન્મેલી નવજાત બાળકીને શારિરીક ખોડખાંપણ હોવાથી તેને જમરી લેખાવીને તેના દાદાએ જ મોતને ઘાટ ઉતારી દાટી દેતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.

News18 Gujarati
Updated: January 30, 2019, 1:59 PM IST
દાહોદઃ અંધશ્રદ્ધાના કારણે પૌત્રીના ટૂકડા કરી દાટી દેનાર દાદાની ધરપકડ
પૌત્રીનો હત્યારો દાદા
News18 Gujarati
Updated: January 30, 2019, 1:59 PM IST
સાબિર ભાભોર, દાહોદ

ધાનપુર તાલુકાના પીપેરોમાં આશરે એક માસ અગાઉ જન્મેલી નવજાત બાળકીને શારિરીક ખોડખાંપણ હોવાથી તેને જમરી લેખાવીને તેના દાદાએ જ મોતને ઘાટ ઉતારી દાટી દેતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. મૃતકની માતાએ જ સસરા સામે ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આમ પોલીસે પૌત્રીના હત્યારા દાદાની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના પીપેરોમાં મેડા ફળિયામાં રહેતા જોતિકાબેનના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલા નવલસિંહ સાથે થયા હતા. તેઓ તેમના સસરા શંકરભાઇ મેડા સાથે રહે છે. જોતિકાબેનને એક એક વર્ષની બાળખી આરોહી બાદ ગત 19 ડિસેમ્બરના રોજ બીજી બાળકી જન્મી હતી.

પરંતુ મળદ્રાર ન હતું તેમજ વાળ અને આંખ અને કાન શરીરના કદના પ્રમાણમાં મોટા હતા. જેથી માતા-પિતા બાળકીને સારવાર માટે ધાનપુર,લીમખેડા અને દેવગઢ બારિયાના ખાનગી તેમજ સરકારી દવાખાને લઇ ગયા હતા. ત્યારે ધાનપુરના સરકારી તબીબે તેમને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં લઇ જવા સલાહ આપતા તેને વડોદરા રીફર કરવામાં આવી હતી.

વીસ દિવસ સયાજી હોસ્પિટલમાં રાખી તેની સારવાર દરમિયાન તબીબે બાળકીનું ઓપરેશન કરીને મળમાર્ગ શરૂ કરી આપ્યો હતો. જેથી બાળકીને લઇને માતા-પિતા ઘરે આી ગયા હતા. પરંતુ દાદાના મનમાથી અંધશ્રદ્ધા દુર થઇ ન હતી. અને બાળકી જમરી છે તેને ઘરમાં રાખવાથી નુકસાન થશે. તેવું રટણ કર્યા જ કરતા હતા.

આ પણ વાંચોઃ-VIDEO: મહિસાગરમાં સરકારી યોજનાના નાણાંની ઉચાપત કર્યાનો સરપંચ પર લાગ્યો આરોપ
છેવટે તા. 28ના રોજ શંકરભાઇએ જોતિકાબેનને બહાર ગામ જવાનું કહી જણાવ્યુંહતું કે હું બાળકીને દેશી દવાથી સુધારીશ. જેથી જોતિકાબેન તેમની માસીના ઘરે મોટી પુત્રીને લઇને રામપુર જતા રહ્યા હતા. તે જ રાત્રે દશેક વાગે જોતિકાબેનના દિયરે જણાવ્યું હતું કે, તમારીછોકરીને ટુકાડા કરી મારી નાખી લુખડિયાની સીમમાં દાડી દીધી છે.

આ પણ વાંચોઃ-ભાજપ સરકાર સામે આદિવાસીઓમાં આક્રોશ, કેવડિયાથી રાજપીપળા પગપાળા રેલી યોજાઈ

જેથી જોતિકાબેન દિયર સાથે ઘરે પરત ફર્યા હતા. અને ત્યારબાદ ધાનપુર પોલીસ મથકે જઇને સસરા શંકરભાઇ વરિયાભાઇ મેડા સામે ફરિયાદ નોધીવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને સસરા શંકરભાઇની ધરપકડ કરી છે.
First published: January 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...