દાહોદમાં એક ચકચારી ઘટના બની છે. દાદા પૌત્રીની સંબંધોને લાંછન લગાડેએવી ઘટના બની છે. દાહોદના પીપેરો ખાતે સગા દાદાએ સવા માસની પૌત્રીની હત્યા કર્યાની હચમચાવી દે એવી ઘટના બની છે. ઘટના અંગે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે પરિવાર દ્વારા દાદા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા ધાનપુર પોલીસ હત્યાનો ગુનો નોધીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે દાહોદના પીપેરા ગામે દાદાના ઘરે સવા મહિના પહેલા પૌત્રીનો જન્મ થયો હતો. પુત્ર જન્મથી પરિવારમાં ખુશીની લહેર છવાયેલી હતી. જોકે, દાદા પુત્રીના જન્મથી નાખુશ જણાતા હતા. કારણ કે પૌત્રી શારીરિક ખોડખાંપણ વાળી જન્મ હતી. આ વાતને મનમાં રાખીને દાદાએ પૌત્રીને પતાવી દેવાનું મનમાં નક્કી કહ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે મંગળવારે દાદાએ શારીરિક ખોડખાંપણવાળી પૌત્રીને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી. સવા માસ પહેલા જે પુત્રીના જન્મથી ઘરમાં ખુશીઓ અને આનંદ હતો આજે એજ પુત્રીના મોતથી માતમ છવાયેલો છે.
પરિવારના સભ્યો આ અંગે દ્વારા પોલીસને જાણ કરી ફરિયાદ કરતા ધાનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. દાદાએ પૌત્રીની હત્યા કરવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર