Home /News /madhya-gujarat /સરકારી અધિકોરીનો સિસ્ટમ પર વિશ્વાસ, પોતાનો બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો

સરકારી અધિકોરીનો સિસ્ટમ પર વિશ્વાસ, પોતાનો બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો

સરકારી અધિકોરીએ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો

Dahod DDO Neha Kumari: દાહોદના જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ દાખવ્યો સરકારી સિસ્ટમ પર વિશ્વાસ, અધિકારીએ પોતાનો બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો. નેહા કુમારીએ સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી સરકારી બાબુઓમાં એક નવો ચીલો ચીતર્યો છે.

વધુ જુઓ ...
    સાબિર ભાભોર, દાહોદ: દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી સરકારી બાબુઓમાં એક નવો ચીલો ચીતર્યો છે. દરેક જગ્યાએ સરકારી અધિકારી હોય કે નાનાઓ કર્મચારી અથવા તો કોઈ રાજકીય નેતા હોય તેઓ હમેશાં એવું વિચારતા હોય કે પોતાનું બાળક સારી ખાનગી શાળામાં અભ્યાસ કરી આગળ વધે. તેમનું બાળક બધી જ સુવિધાયુક્ત પ્લે સ્કૂલકે શાળામાં અભ્યાસ કરે અને તમામ સુવિધાઓ મળે પરંતુ આવા સરકારી બાબુઓ માટે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ નવો ચીલો ચીતર્યો છે.

    આંગણવાડીમાં પ્રવેશ અપાવી અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું


    મહિલા અધિકારીએ તેમના પોતાના પુત્રને દાહોદ નજીક આવેલ છાપરી ગામમાં આવેલ સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડીડીઓ ઓફિસ જતાં પહેલા પોતાના બાળકને લઈને આંગણવાડી ઉપર પહોચે છે. એક અધિકારી તરીકે નહીં પરંતુ એક વાલી તરીકે બાળકને આંગણવાડીમાં મૂકીને ઓફિસે જાય છે. તેમનું બાળક અન્ય બાળકોની સાથે આંગણવાડીમાં બેસે છે અને જે આંગણવાડીની રોજની યાદી પ્રમાણે ભોજન અપાય છે તે જ ખાય છે.

    આ પણ વાંચો: દીકરીને સલામ, કોરોનામાં પિતા ગુમાવ્યા, ગાંઠિયાની દુકાન ચલાવી પરિવારને બેઠો કર્યો

    સરકાર બાળકોના અભ્યાસ પાછળ કરોડોનો ખર્ચે છે: નેહા કુમારી


    આમ, તો જિલ્લાના વિકાસ કાર્યોની જવાબદારી સંભાળતા નેહા કુમારી પરિવારની પણ જવાબદારી નિભાવી રહ્યા છે. તેમને સંતાનમાં એક પુત્ર છે ત્યારે તેમનું કહેવું છે કે આંગણવાડી હોય કે સરકારી શાળા હોય સરકાર બાળકોના અભ્યાસ પાછળ કરોડોનો ખર્ચ કરે છે. ત્યારે પોતે પણ સરકારી સિસ્ટમનો જ એક હિસ્સો છે અને પોતે સરકારી સિસ્ટમ અને સુવિધાઓ ઉપર ભરોસો નહીં રાખે તો સામાન્ય લોકો કેવી રીતે ભરોસો કરી શકશે? સરકારી આંગણવાડી કે શાળામાં આ પ્રકારની સુવિધા અને વાતાવરણ ઊભું કરવાથી લોકો ચોક્કસથી આનો લાભ લેશે.

    જનતા અને સરકારી બાબુઓ વચ્ચેનો ખાડો પૂરવા પ્રયત્ન


    દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી આંગણવાડીમાં પોતાના બાળકને બેસાડીને લોકોમાં વિશ્વાસ બેસાડ્યો છે કે, સરકારી શાળાઓ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરે છે, તો લોકોએ તેનો લાભ લેવો જોઈએ. દાહોદના જિલ્લા વિકાસ અધિકારીએ સામાન્ય જનતા અને સરકારી બાબુઓ વચ્ચેના ખાડાને પૂરવાનો પ્રયત્ન કર્યો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Anganwadi, Government officers, System

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો