Home /News /madhya-gujarat /દાહોદઃ મહિલા ઉપર અત્યાચારનો live video! જાહેરમાં લાકડી વડે માર્યો ઢોર માર, રોડ ઉપર ઢસડી

દાહોદઃ મહિલા ઉપર અત્યાચારનો live video! જાહેરમાં લાકડી વડે માર્યો ઢોર માર, રોડ ઉપર ઢસડી

વાયરલ વીડિયો પરથી તસવીર

dahod girl beats video: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ઘરની બહાર રોડની બાજુમાં જમીન ઉપર પડેલી છે. અને એક પુરુષ મહિલાને લાકડી વડે માર મારી રહ્યો છે.

સાબિર ભાભોર, દાહોદઃ  ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં (remote area of Gujarat) છાસવારે મહિલાઓ ઉપર અત્યાચાર (Atrocities on women) થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે ત્યારે વધુ એક ઘટના દાહોદ જિલ્લામાં (dahod news) પ્રકાશમાં આવી હતી. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (girl beats video viral on social media) ઉપર વાયરલ થયો છે. અહીં અર્ધનગ્ન હાલતમાં મહિલાને (Girl beaten video with wooden stick) લાકડી વડે ફટકારતો વીડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં મહિલાને હાથ પકડીને રોડ ઉપર ઘસેડી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના જોવા સ્થાનિકોના ટોળા પણ ભેગા થયા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ઘરની બહાર રોડની બાજુમાં જમીન ઉપર પડેલી છે. અને એક પુરુષ મહિલાને લાકડી વડે માર મારી રહ્યો છે. ત્યારે અન્ય એક પુરુષના હાથમાં પણ લાકડી હતી. આ પુરુષો મહિલાને અપશબ્દો બોલી રહ્યા છે. જોકે, શમરજનક તમાશો જોવા માટે ટોળું એકઠું થયું હતું.

પુરુષ માર મારીને ધરાયો ન હોય તેમ મહિલાને હાથ પકડીને રોડ ઉપર ઘસેડે છે. અને અપશબ્દો બોલતો રહે છે. જોકે, આ આખી ઘટના પાછળનું શું કારણ હોય એ જાણવી શકાયું નથી. અને આ વીડિયો દાહોદના કયા અંતરિયાણ વિસ્તારનો છે એની પણ પુષ્ટી થઈ નથી. ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોને કોઈ પ્રાધાન્ય આપતું નથી. અને આવી ઘટનાઓને વખોડી કાઢે છે.



આ ઘટના નજરે જોનાર એક વ્યક્તિએ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી અને ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ પરિવારના સભ્યો દ્વારા યુવતીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી ઉપર ગુજારવામાં આવતો તાલિબાની ત્રાસ જોઈને ભલભલા હલી જાય.

વીડિયોમાં દેખાય છે પ્રમાણે આદિવાસી કપડા પહેરેલા કેટલાક લોકો યુવતીને માર મારી રહ્યા છે. જેમાં એક મહિલા પણ છે. આ મહિલા યુવતીને માંથાના વાળ ખેંચીને મારે છે. ત્યાર બાદ પચ્ચલ વડે પણ પીઠ પર માર મારી રહી છે. તો એક યુવક લાકડી વડે યુવતીને માર મારી રહ્યો છે. આવી સ્થિતિમાં યુવતી પોતાનો જીવ બચાવવા માટે અહીં તહીં દોડી રહી છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! પિતાએ પુત્રી ઉપર દાનત બગાડી, બચવા માટે પુત્રી કાકા પાસે ગઈ, કાકાએ દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી

પરંતુ નિર્દયી લોકો તેને પકડીને માર મારી રહ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયો અંગે કોઈ પુષ્ટી કરતું નથી આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલત થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલ વીડિઓ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું.
First published:

Tags: Dahod, Latest gujarati news, Viral videos