ઝાલોદ પાસે જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં મોત, 7 ઘાયલ

મેઈન રોડ પર અકસ્માત સર્જાતા, રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી...

મેઈન રોડ પર અકસ્માત સર્જાતા, રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી...

 • Share this:
  રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ વધી રહી છે. રોજબરોજ રાજ્યમાં લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના દાહોદ જીલ્લાના ઝાલોદ પાસે બની છે, જેમાં ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે.

  મળતી માહિતી મુજબ, રાત્રીના 8 વાગ્યાની આસપાસ દાહોદ જીલ્લાના ઝાલોદ પાસે ધાવડિયા ગામ નજીક ટ્રક અને બોલેરો જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બોલેરોમાં સવાર 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ટ્રક રાજસ્થાનથી ઝાલોદ જઈ રહી હતી તે સમયે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો.

  મેઈન રોડ પર અકસ્માત સર્જાતા, રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જોકે, પોલીસને માહિતી મળતા પોલાસ ઘટના સ્થલ પર આવી પહોંચી હતી, અને ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ હાથ ધરી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:kiran mehta
  First published: