દાહોદ : એક જ પરિવારની ચાર દીકરીઓ સાથે તળાવમાં ડૂબી, મૃતદેહ મળ્યાં

News18 Gujarati
Updated: June 14, 2020, 11:04 AM IST
દાહોદ : એક જ પરિવારની ચાર દીકરીઓ સાથે તળાવમાં ડૂબી, મૃતદેહ મળ્યાં
મોડી સાંજ સુધી બાળકીઓ ઘરે ન આવતા પરિવારજનોએ તેમની તપાસ કરી હતી.

મોડી સાંજ સુધી બાળકીઓ ઘરે ન આવતા પરિવારજનોએ તેમની તપાસ કરી હતી.

  • Share this:
સબીર ભાભોર, દાહોદ : દાહોદના ગરબાડાના ગૂંગરડી ગામમાં એક જ પરિવારની ચાર દીકરીઓ તળાવમાં ડૂબી જતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. એક જ કુટુંબની 8 વર્ષ,  9 વર્ષ, 11 વર્ષ અને 12 વર્ષની ચાર બાળકીઓ તળાવમાં ડૂબી જવાથી પરિવાર દુખમાં સરી ગયો છે. ચારેય બાળકીઓ મજૂર પરિવારની કાકા-કાકાની બહેનો હતી. તેઓ ગઇકાલે ઢોર ચરાવવા નીકળી હતી.

આ ઘટનામાં મળેલી માહિતી પ્રમાણે, ગરબાડા તાલુકાના ગૂંગરડી ગામના માળ ફળીયાની આ ઘટના બની હતી. એક જ પરિવારની કાકા-કાકાની ચાર દીકરીઓ ઢોર ચરાવવા ગઈ હતી. મોડી સાંજ સુધી બાળકીઓ ઘરે ન આવતા પરિવારજનોએ તેમની તપાસ કરી હતી.

આ પણ વાંચો - કોરોનાએ ફરી રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 11,929 નવા કેસ, 311 દર્દીનાં મોત

ત્યારે તળાવ પાસેથી બાળકીઓના કપડા મળી આવ્યા હતા. જે બાદ આ ચાવેવની સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં શોધખોળ કરાઈ હતી.

આ પણ જુઓ - 
જે બાદ 6 કલાકની ભારે જહેમત બાદ મધરાતે ચારેય બાળકીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. એક જ પરિવારની ચાર દીકરીનાં મૃતદેહ જોઇને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતુ. મૃતક દીકરીઓમાં 12 વર્ષની પાયલ ભાભોર, 11 વર્ષની  મિતલ ભાભોર,  10 વર્ષની જોશનાબેન ભાભોર,  8 વર્ષની નીલમ ભાભોર છે. આ ઘટના બાદ ગૂંગરડી ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
First published: June 14, 2020, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading