Dahod lok dayaro stage falls: દાહોદમાં (dahod) આવેલા ફતેહપુરાના સુખસર ખાતે લોકડાયરાનું (lok dayaro) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજય સુવાળા કાર્યક્રમ આપ્યો હતો.
દાહોદઃ લોકગાયક વિજય સુવાળાના (vijay suvala) કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યો હોવાની માહિતી મળી છે. દાહોદમાં (dahod) આવેલા ફતેહપુરાના સુખસર ખાતે લોકડાયરાનું (lok dayaro) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજય સુવાળા કાર્યક્રમ આપ્યો હતો. જોકે, ચાલુ કાર્યક્રમ દરમિયાન અચાનક સ્ટેજ તૂટ્યો હતો. જેના પગલે સ્ટેજ ઉપર રહેલા વિજય સુવાળા સહિતના તમામ કલાકારો નીચે પડ્યા હતા. જોકે, સદનસિબે કોઈ જાનહાની થઈ ન્હોતી. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અને વીડિયો વાયરલ (viral video) થયો હતો.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના ફતેપુરના સુખસર ખાતે મેલડી માતાનો પ્રાણપ્રતિષ્ટા મહોત્સવ યોજાયો હતો. જેના ભાગ રૂપે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં વિજય સુવાળા હાજર હતા. વિજય સુવાળા પોતાના ગીતોથી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યો હતો. ત્યારે આ સમયે અચાનક સ્ટેજ તૂટી પડ્યો હતો.
જોકે, આ ઘટનામાં સ્ટેજ ઉપર હાજર વિજય સુવાળા સહિતના કલાકારો નીચે પડ્યા હતા. જોકે, કોઈને જાનહાની પહોંચી ન્હોતી. જોકે, સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી. અને આ વીડિયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા લોક ગાયક વિજય સુવાળા પોતાની રાજકિય કારકિર્દીના કારણે ચર્ચામાં રહ્યા હતા. આમ આદમી પાર્ટીનો હાથ પકડીને રાજકીય દુનિયામાં પગલું માંડનાર વિજય સુવાળાએ અધવચ્ચે જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી દીધો હતો. અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર