દાહોદ: જમીનના બદલે જમીન આપવાની માગ સાથે ખેડૂતોનો ચક્કાજામ, 2ની હાલત લથડી

  • Share this:
    દાહોદ: જળાશયના ડુબાણમાં ગયેલી જમીનનું વળતર ન મળતા ખેડૂતોએ આજે ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ કરવા બેઠેલા ખેડૂતોના પરિવારમાંથી 2 મહિલાઓની તબિયત લથડી હતી. જો કે હાલ તો તંત્ર દ્વારા નિરાકરણની ખાતરી આપતા આંદોલનનો અંત આવ્યો છે.

    ઘટનાની વિગત અનુસાર દાહોદ-ઝાલોદ વચ્ચે સોપાઈ નજીક ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. અહિં અંદાજીત 70 જેટલા ખેડૂતોના પરિવારજનોએ ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ભારે ગરમી વચ્ચે રસ્તા પર ચક્કાજામ કરી રહેલા ખેડૂતોના પરિવારમાંથી 2 મહિલાની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર આપવામાં આવી રહી છે.    મહત્વનું છે કે જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનનું વળતર ન મળતા ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે., ખેડૂતોની માગ છે કે જમીનના બદલે જમીન આપવામાં આવે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો ન હતો. જેથી માછણનાળાના અસરગ્રસ્તોએ ઝાલોદ-દાહોદ હાઈવે બંધ કર્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું.
    First published: