Home /News /madhya-gujarat /દાહોદ: સિંચાઈની આવી પદ્ધતિથી પથરાળ અને ડુંગરાળ જમીનમાં પણ ખેડૂતોને થાય છે ડબલ આવક

દાહોદ: સિંચાઈની આવી પદ્ધતિથી પથરાળ અને ડુંગરાળ જમીનમાં પણ ખેડૂતોને થાય છે ડબલ આવક

પ્રતીકાત્મક તસવીર

Dahod News: હાલ ખેડૂતો બારેમાસ શાકભાજી, ફળફ્ળાદીની ખેતી કરી બમણી આવક મેળવતા થયા છે.

    સબીર ભાભોર, દાહોદ: ટપક પધ્ધતિ સિંચાઈ યોજનાથી દાહોદ (Dahod Farmer) જિલ્લાના ખેડૂતો બારેમાસ ખેતી (farming) કરતાં થયા છે. જેના કારણે ખેડૂતોની (Gujarat farmer income) આવકમાં બમણો વધારો જોવા મળ્યો છે. દાહોદ જિલ્લામાં મોટેભાગે પથરાળ અને ડુંગરાળ જમીન આવેલી છે. ત્યારે અહીંના ખેડૂતો પહેલાના સમયમાં માત્ર ચોમાસા આધારિત જ ખેતી કરી શકતા હતા. મુખ્યત્ત્વે ઘઉં, મકાઈ અને ડાંગર જેવા પાકો જ લઈ શકતા હતા. પરંતુ  વિવિધ સિંચાઇ યોજના હેઠળ ખેડૂતોને લાભ મળતા મુખ્યત્વે ટપક પધ્ધતિ સિંચાઈ યોજના દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી જોવા મળી રહી છે. આ યોજનાથી ખેડૂતોને ઓછા પાણીમાં વધુ પાક મળતો થયો છે. હાલ ખેડૂતો બારેમાસ શાકભાજી, ફળફ્ળાદીની ખેતી કરી બમણી આવક મેળવતા થયા છે.

    ગરબાડા ખાતેના ખેડૂત મડૂભાઈ રાઠોડ પહેલા માત્ર વરસાદ આધારિત ખેતી કરતાં હતા. પરંતુ દાહોદમાં ખેડૂતલક્ષી કામગીરી કરતી સંસ્થા સદગુરુ ફાઉન્ડેશનના મધ્યમથી ટપક પધ્ધતિ સિંચાઈ યોજનાનો લાભ મળતા મડુભાઈ બારેમાસ અલગ અલગ શાકભાજી અને ફળોની ખેતી કરવાની શરૂઆત કરી હતી. હાલ તેમની વાડીમાં તરબૂચ, ટામેટાં અને મરચાંની ખેતી જવા મળી રહી છે.

    આ યોજનાથી તેમની આવકમાં બમણો વધારો થતાં ખુશ ખુશાલ જોવા મળી રહયા છે. આ પ્રકાર ની યોજના માટે સરકારનો આભાર માની રહયા છે.

    ડુંગરાળ વિસ્તારમાં  સ્ટ્રોબેરીની ખેતી પણ થાય છે

    દાહોદજિલ્લો ડુંગરાળ વિસ્તાર છે અને પથરાળ જમીન અને ગરમ આબોહવા વચ્ચે જિલ્લાના ખેડૂતો મોટેભાગે વરસાદ આધારિત ઘંઉ, મકાઈ કે ડાંગર જેવા પાકોની ખેતી કરે છે. ત્યારે જિલ્લામાં ચાલતી સામાજિક સંસ્થા સદગુરુ ફાઉન્ડેશન અને ગરબાડા તાલુકા મહિલા વિકાસ મંડળના સહયોગથી પાંદડી ગામના ખેડૂતે સ્ટ્રોબેરીના 500 છોડનો ઉછેર કરી સ્ટ્રોબેરીનો પાક મેળવતા આવકમાં વધારો જોવા મળ્યો છે.
    " isDesktop="true" id="1209558" >

    આ સાથે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી જિલ્લામાં ઉછેરવાનો વિચાર કરી સદગુરુ ફાઉન્ડેશનના સભ્યોએ આ પ્રયોગ રૂપે સ્ટ્રોબેરીનું વાવેતર કરવાનો વિચાર કરી ગરબાડા તાલુકાનાં પાંદડી ગામના ખેડૂત રમેશભાઈ બામણીયાના ખેતરમાં પ્રયોગના ભાગરૂપે પૂના ખાતેથી સ્ટ્રોબેરીના 500 જેટલા રોપા મંગાવ્યા હતા. જેનું ઓછી જમીનમાં વાવેતર કરી સિંચાઇ માટે ટપક અને મલ્ચિંગ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંડળના નરેશ પરમારના સતત માર્ગદર્શન હેઠળ અઢી માસના સેમી બાદ સ્ટ્રોબેરી લાગવા માંડી અને બાજરમાં મળતી સ્ટ્રોબેરી કરતાં આ સ્ટ્રોબેરીનું કદ મોટૂ જોવા મળ્યું. તેમજ સ્વાદમાં પણ મીઠાશ વધારે જોવા મળી. સૌ પ્રથમ 20 કિલો જેટલી સ્ટ્રોબેરી 350 રૂપિયે કિલોના ભાવથી ખેડૂતે વેચાણ પણ કર્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dahod, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો