દાહોદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા થોડા દિવસથી ડ્રોન (drone) દેખાઇ રહ્યા છે. જેના કારણે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ત્યારે દાહોદમાં (Dahod) ફરીથી રાતના સમયે ડ્રોન (Drone at night) દેખાયા છે. મળતી માહિતી પ્રમાણે, લીમખેડાના જેતપુર દુધિયા, મોટા હાથી ધરા સહિતના વિસ્તારોમાં રાતના સમયે ડ્રોન દેખાયા છે. જેના કારણે લોકોમાં ફફડાટ વધ્યો છે. આ પહેલા આણંદમાં પણ ડ્રોન દેખાયા હતા.
આ પહેલા પણ દેખાયા હતા ડ્રોન
થોડા દિવસો પહેલા આણંદ અને ખેડાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ડ્રોન ઉડતા જોવા મળતા લોકોમાં આશ્ચર્યની સાથે સાથે ભયનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના માતર, મહેમદાવાદ , કઠલાલમાં રાત્રે ડ્રોન જેવા કેમેરા આકાશમાં ઉડતા જોવા મળ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અરડી ગામની સીમ વિસ્તારમાં છ જેટલા ડ્રોન જોવા મળ્યા હતા. સતત બે દિવસથી ડ્રોન જોવા મળતા ગામ લોકોમાં ભય: એવી વિગતો પ્રાપ્ત થઈ છે કે અરડી ગામના સીમ વિસ્તારમાં સતત બે દિવસથી છ જેટલા શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. જેના કારણ ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેમાંથી એક શંકાસ્પદ ડ્રોન નીચે પડતા લોકો વધારે ભયભીત બન્યા છે. ખાસ કરીને રાત્રે જ આ ડ્રોન જોવા મળે છે. અરડી વિસ્તારમાં રાત્રે 10 વાગ્યાથી સવાર સુધી ડ્રોન જોવા મળતા ગામના લોક ભયભીત બન્યા છે. (સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)
અમદાવાદમાં 81 તળાવો બનશે
અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા જનહિત વિકાસ કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરાય તેવો દ્રષ્ટિવંત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે. મુખ્યમંત્રીએ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે. (સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)
રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સાંકળ રુપ એક અધિકારીના નામે આજકાલ એક કહેવાતા પત્રકાર વિવિધ વિભાગના આઇએએસ પાસે જઇ રહ્યા છે. તેમને કહી રહ્યા છે કે, પીએમઓના (PMO) ફલાણા અધિકારીએ મને મોકલ્યો છે અને આપને મોદીજી (PM Modi) જ્યારે સીએમ હતા ત્યારના કાર્યકાળ વિશે બાઇટ (નિવેદન) આપવાની છે. આ કહેવાતા પત્રકારથી રાજ્યને કેન્દ્ર વચ્ચેની સાંકળરુપ આ અધિકારી એટલા પરેશાન છે કે, તેઓ ના તો આ પત્રકારને ઓળખે છે. ના તો તેમણે મોદીજી વિષયક કોઇ બાઇટો લેવા માટેની ભલામણ કરેલી છે. સ્વાભાવિક પણે જ આ પત્રકાર જેમની પાસે જાય છે તે અધિકારીઓ આ પીએમઓ અધિકારી સાથે ટેલિફોનિક ખરખરો કરે છે કે, તમારી ભલામણથી ફલાણા પત્રકાર આવ્યા છે ને, અમને બાઇટ આપવા જણાવી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર