દાહોદ : દાહોદ જિલ્લામાં (Dahod) એક ચકચારી હત્યાકાંડ (Murder) સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ (Dhanpur Kantu village) ગામેથી ગુમ થયેલા બે તરૂણ ભાઈઓના શંકાસ્પદ સંજોગોમાં (Teenaged Brother Killed in Dahod Dhanpur) મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે (Dahod Police) આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરતા હત્યા કરનાર આરોપી (Murder Accused) મળી આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ કરતા હત્યા કરનાર આરોપી રાજેશ મોહનિયાને (Rajesh Mohaniya) પકડી પાડ્યો છે. રાજેશે આ મામલે હત્યાનું ચોંકાવનારું કારણ સામે આપ્યું છે.
બનાવની વિગત એવી છે. ધાનપુરના કાંટુ ગામે 10મી મેના રોજથી ડુંગરી ફળિયામાં હેતા નવરવતભાઈના પુત્ર દિલીપ અને રાહુલ પાડોશીમાં આવેલા વરસીંગ ભાઈના ઘરે રમવા ગયા હતા. ત્યારબાદ બે સગીરભાઈઓ ગુમ થઈ ગયેલા હતા. આ બંને ભાઈઓના મૃતદેહ મળતા પરિવાર માથે વજ્રાઘાત પડ્યો હતો.
જોકે, તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ગામના જ એક યુવકે આ બંને સગીરભાઈઓનું અપહરણ થયું હતું. પ્રથમ સગીરની લાશ જંગલમાંથી પથ્થર નીચેથી મળી આવી હતી જ્યારે અન્યની લાશ કૂવામાંથી મળી આવી હતી. આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી અને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મામલે પોલીસે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનિયાએ સામાજિક ઝઘડામાં અપમાન થતા તેનો બદલો લેવાની ભાવનાથી અપહરણ કરી અને હત્યા નીપજાવી હતી. રાજેશે હત્યા કર્યા બાદ બંને મૃતદેહને કૂવામાં નાખી દીધા હતા.
આ મામલે જાણવા મળતી વિગતો મુજબ રાજેશ મોહનિયા આ બંને તરૂણ બાળકોને ભોજનની લાલચે લઈ ગયો હતો ત્યારબાદ નિર્મમ હત્યા કરી અને બંને કિશોરોની લાશ ફેંકી દીધી હતી. જોકે, આ ઘટના ક્રમ સામે આવ્યો છે ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું કોઈ વ્યક્તિનો જીવ એટલો સસ્તો છે કે સ્વમાનના ભોગે તેને હણી લેવામાં આવે. આ ઘટનાના સ્થાનિક વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર