ન્યૂઝ 18 ગુજરાતી: વિશ્વ વિખ્યાત ગ્રેમી એવોર્ડમાં એક ગુજરાતીનું નોમિનેશન થયું છે. સંગીતની દુનિયાના સૌથી ટોચના આ એવોર્ડ માટે આ વર્ષે એક કેટેગરીમાં દાહોદની પુત્રવધૂ ફાલ્ગુની શાહે તૈયાર કરેલા આલ્બમને સ્થાન મળ્યું છે. ફાલ્ગુની શાહનું આલ્બમ 'ફાલુ'ઝ બજાર' ચિલ્ડ્રન સોન્ગ કેટેગરીમાં પસંદ થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફાલ્ગુની દલાલ શાહ દાહોદના વતની દિલીપ ભાઈ શાહના પુત્રવધુ છે, અને ગાયિકા છે. ફાલ્ગુનીનું લગ્ન ડો.ગૌરવ શાહ સાથે થયું હતું. ગૌરવ શાહ કેન્સરના નિષ્ણાત છે. લગ્ન પછી ફાલ્ગુની અને ડૉ.ગૌરવ અમેરિકામાં સ્થાયી થયા છે. પોતાના પુત્ર નિશાદના બાળસહજ પ્રશ્નોમાંથી તૈયાર કરેલું સોન્ગ ગ્રેમીમાં પસંદ થચા આગામી 10મી ફેબ્રુઆરીએ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં આવેલા લોસ એન્જલસમાં ગ્રેમી એવોર્ડમાં ફાલ્ગુની શાહને રેડકાર્પેટમાં સ્થાન મળશે.
ફાલ્ગુની શાહ મૂળ મુંબઈના વતની છે, અને તેમણે શાસ્ત્રીય સંગીતની તાલિમ પણ મેળવી છે. અમેરિકામાં પણ તેમણે સંગીતમય સફર શરૂ રાખતા તેમને વર્ષ 2009માં વડા પ્રધાન મનમોહનસિંઘની મુલાકાત વખતે યોજાયેલા કાર્યક્રમમાં ગાયનની પ્રસ્તુતી કરવાનો અવસર મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર