દાહોદઃ ઝાલોદઃ ધાવડિયા ખાતે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત, 4નાં મોત,7ને ઇજા

દાહોદઃ ઝાલોદઃ ધાવડિયા ખાતે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત, 4નાં મોત,7ને ઇજા.

  • Share this:
    દાહોદઃ ઝાલોદઃ ધાવડિયા ખાતે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ટ્રક અને ગાડી વચ્ચેના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે તેમ જ 7 લોકોને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    મળતી વધુ વિગત મુજબ, ગઈ રાત્રે રાજસ્થાનથી ઝાલોદ આવી રહેલી બેકાબૂ ટ્રક અને બોલેરા ગાડી વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ઝડપથી સામે આવી રહેલી બોલેરો ગાડી સાથે અથડાઈ છે. અકસ્માતમાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે અને સાત વ્યક્તિને ઇજા થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો અને ટ્રકચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
    Published by:Sanjay Joshi
    First published: