દાહોદ: મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, મહિસાગર, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ એમ 7 જિલ્લાની 40 બેઠકો પર મતદાન યોજાયું
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 બેઠકો ઉપર સવારે ૮ વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ મતદાનમાં 1,15,47,435 પુરુષ મતદારો 10748977 સ્ત્રી મતદારો તથા 455 ત્રીજી જાતિના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 93 બેઠકો માટે 851 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ વડગામ તથા વાઘોડિયા સિવાયની બેઠકો ઉપર, એનસીપી અને બસપા અનુક્રમે 28 તથા 75 બેઠકો ઉપર તેમજ 350 અપક્ષો ચૂંટણી જંગમાં છે.
દાહોદના ફતેપુરામાં ભાજપના રમેશભાઈ કટારા ઉમેદવાર છે. જેમનો અભ્યાસ 12 પાસ સુધીનો છે અને તેમની પાસે 78 લાખથી વધુ સંપત્તિ છે. જેમના પર કોઈ ગુનો દાખલ નથી.
આ બેઠક પર કોંગ્રેસના રધુભાઈ મચ્છર ઉમેદવાર છે. જેમનો અભ્યાસ 8 પાસ સુધીનો છે અને તેમની પાસે 15 લાખથી વધુની સંપત્તિ છે. જેમની સામે એક ગુનો નોંધાયેલ છે.
ઝાલોદમાં ભાજપના ઉમેદવાર મહેશભાઈ ભુરીયા છે જેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની પાસે 94 લાખ સુધીની સંપત્તિ છે. મહેશભાઈ સામે 8 ગુના દાખલ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભાવેશ કટારા છે જેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની સંપત્તિ 1 કરોડથી વધુ છે અને તેમની સામે 6 ગુના નોંધાયેલ છે.
લીમખેડા
દાહોદના લીમખેડામાં ભાજપના શૈલેષભાઈ સુમનભાઈ ભાભોર છે જેમણે 12સુધીનો અભ્યાસ કર્યો છે. જેમની સંપત્તિ 1 કરોડથી વધુની છે. જેમની સામે કોઈ ગુનો નોંધાયેલ નથી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ તડવી છે. જે શિક્ષિત છે અને તેમની સંપત્તિ 4 કરોડથી વધુની છે જેમની સામે કોઈ ગુનો નોંધાયેલ નથી.
દાહોદ
દાહોદમાં ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી છે જેઓએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની પાસે 47 લાખ સુધીનો અભ્યાસ કર્યો છે. જેમની સામે 1 ગુનો દાખલ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વજેસિંહભાઈ પાંડા છે જેમનો અભ્યાસ 8 પાસ છે અને તેમની સંપત્તિ બે કરોડથી વધુની છે અને તેમની સામે કોઈ ગુનો દાખલ નથી.
ગરબાડા
દાહોદના ગરબાડામાં ભાજપના મહેન્દ્રભાઈ ભાભોર ઉમેદવાર છે અને તેમનો અભ્યાસ 8 પાસ સુધીનો છે. જેમની સંપત્તિ 23 લાખથી વધુની છે અને તેમની સામે 1 ગુનો દાખલ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા બારીયા છે અને તેમણે 10 પાસ કર્યું છે જેમની સંપત્તિ 70 લાખ સુધીની છે અને તેમની સામે કોઈ ગુનો દાખલ નથી.
દેવગઢ બારિયા
દાહોદના દેવગઢ બારિયામાં ભાજપના બચુભાઈ ખાબડ ઉમેદવાર છે અને તેઓએ 10 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. જેમની સંપત્તિ 35 લાખ સુધીની છે. તેમની સામે કોઈ ગુનો દાખલ નથી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ વખાડા છે. તેમનો અભ્યાસ 12 પાસ સુધીનો છે. જેમની સંપત્તિ 65 લાખ સુધીની છે અને તેમની સામે 4 ગુનો નોંધાયેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર