દાહોદમાં શિક્ષકનાં ઘરમાંથી મળ્યો બે લાખથી વધારેની કિંમતનો દારૂ, થઇ ધરપકડ

News18 Gujarati
Updated: March 2, 2020, 10:44 AM IST
દાહોદમાં શિક્ષકનાં ઘરમાંથી મળ્યો બે લાખથી વધારેની કિંમતનો દારૂ, થઇ ધરપકડ
સુખસર પોલીસે દારૂનાં જથ્થા સાથે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.

દાહોદનાં ફતેપુરાનાં મોટા નટવા ગામમાંથી એક પ્રાથમિક શાળાનાં શિક્ષક હડિયાભાઇ બામણિયાનાં ઘરમાંથી બે લાખથી વધારેનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે

  • Share this:
સાબીર ભાભોર, દાહોદ : છેલ્લા થોડા દિવસથી દારૂની મહેફિલો ઝડપાવવાનાં કિસ્સા પ્રકાશમાં આવે છે તે રીતે રાજ્યમાં દારૂબંધી છે કે નહીં તે મોટો પ્રશ્ન બન્યો છે. ત્યારે દાહોદનાં ફતેપુરાનાં મોટા નટવા ગામમાંથી એક પ્રાથમિક શાળાનાં શિક્ષક હડિયાભાઇ બામણિયાનાં ઘરમાંથી બે લાખથી વધારેનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. હાલ સુખસર પોલીસે દારૂનાં જથ્થા સાથે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલામાં સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે, ફતેપુરા તાલુકાનાં મોટાનટવા ગામે પ્રાથમિક શિક્ષક દારૂનો વેપલો કરતો હોવાનું તેમજ હોળીનો તહેવારને કારણે મોટી માત્રામાં દારૂના જથ્થાનો સંગ્રહ કર્યો હોવાની બાતમી મળી હતી. આ આધારે તપાસ કરાતા મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં પ્રાથમિક શિક્ષક હડિયા ભાઈ બામણિયાના મકાન તથા ખેતરમાં જમીનમાં દાટેલો વિદેશી દારૂનાં કોટરીયા તથા બિયરનો જથ્થો મળ્યો હતો. આ શિક્ષક મોટા નટવા ગામની પ્રાથમિક શાળામાં ભણાવતો હતો અને આ જ ગામનો રહેવાસી પણ છે.

આ પણ વાંચો : સુરત : વેવાઈ-વેવાણ ફરીથી ભાગીને નાસિક પહોંચ્યા! ભાડે મકાન રાખી સાથે રહેશે

બે લાખથી વધારેનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


પોલીસ આ શિક્ષકની તપાસ કરશે કે તે કેટલા સમયથી દારૂનો વેપલો ચલાવે છે. તેણે અન્ય જગ્યાએ પણ દારૂ સંતાડ્યો છે કે નહીં તે પણ પૂછવામાં આવશે. આ સાથે તેની સાથે અન્ય લોકો પણ જોડાયા છે કે નહીં તે પણ ચકાસવામાં આવશે. હાલ પોલીસ તેના ઘર અને ખેતરની વધુ તપાસ હાથ ધરી છે.

First published: March 2, 2020, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading