દાહોદમાં ચોર લૂંટારૂઓ બન્યા બેકાબુ, પોલીસને પડકાર

Parthesh Nair | Pradesh18
Updated: February 4, 2016, 7:34 PM IST
દાહોદમાં ચોર લૂંટારૂઓ બન્યા બેકાબુ, પોલીસને પડકાર
દાહોદ# દાહોદ શહેરમાં ચોર લૂંટારૂઓ જાણે બેકાબુ બન્યા હોય એમ સપ્તાહમાં છ જેટલી ચોરી, લૂંટના બનાવો બની રહ્યાં છે. મધ્યરાત્રી દરમિયાન બાવકા ગામે લૂંટારૂઓએ મકાન માલિકને ધારીયું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

દાહોદ# દાહોદ શહેરમાં ચોર લૂંટારૂઓ જાણે બેકાબુ બન્યા હોય એમ સપ્તાહમાં છ જેટલી ચોરી, લૂંટના બનાવો બની રહ્યાં છે. મધ્યરાત્રી દરમિયાન બાવકા ગામે લૂંટારૂઓએ મકાન માલિકને ધારીયું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

  • Pradesh18
  • Last Updated: February 4, 2016, 7:34 PM IST
  • Share this:
દાહોદ# દાહોદ શહેરમાં ચોર લૂંટારૂઓ જાણે બેકાબુ બન્યા હોય એમ સપ્તાહમાં છ જેટલી ચોરી, લૂંટના બનાવો બની રહ્યાં છે. મધ્યરાત્રી દરમિયાન બાવકા ગામે લૂંટારૂઓએ મકાન માલિકને ધારીયું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ શહેરના બે ખાનગી હોસ્પિટલોમાં ચાર લાખ રોકડા અને 12 તોલા સોનાનો હાથફેરો કરીને ફરાર થવામાં સફળ રહ્યાં હતા.

dhd2

દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં અસામાજિક તત્વો બેફામ બનવાના કારણે ચોરી અને લૂંટના ઉપરાછાપરી બનાવો બની રહ્યાં છે. ગત રોજ શહેરમાં ભર બપોરે ત્રણ બાઈક સવારો વેપારી પાસેથી રૂ. 1,14,000 રોકડ ભરેલી બેગને ઝુંટવીને બાઈકમાં ફરાર થઈ ગયા હતા, જેની શાહી ભુંસાઈ નથી ત્યાંજ રાત્રી દરમિયાન બાવકા ગામે 10થી 12 લૂંટારો ત્રાટક્યા હતા. લૂંટારૂઓનો સામનો કરનાર મકાન માલિકને લૂંટારૂઓએ ધારીયું મારતા લોહી લુહાણ હાલતમાં દાહોદ દવાખાને રાત્રે જ દાખલ કરાવવામાં આવ્યા હતા.

dhd3

ત્યાંજ રાત્રી દરમિયાન શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલા નૂર હોસ્પિટલ અને એલ.ડી.વહોનીયા હોસ્પિટલમાં પાછલા રસ્તેથી અંદર પ્રવેશ કરીને ચોરો રૂ. ચાર લાખ રોકડા અને 12થી 15 તોલા સોનું ચોરી લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે એલ.ડી. હોસ્પિટલની પાછળ આવેલા નૂર હોસ્પિટલમાં પણ ચોરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

dhd4દાહોદમાં બની રહેલી ચોરી લૂંટની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દાહોદ પોલીસ ઘટના ઘટ્યા બાદ સ્થળ પર નિરક્ષણ કરી રહી છે. પરંતુ હજુ સુધી ચોરી કે, લૂંટના કોઈ ચોક્કસ નિષ્કર્ષ સુધી પહોંચી શકતી નથી. એલ.ડી. હોસ્પિટલમાં ચાર લાખ રોકડ તેમજ 12થી 15 તોલા સોનું ચોરી જનાર તસ્કરો સી.સી.ટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે. પોલીસે તપાસ હાથ ધરીને ડોગ સ્કોર્ડ સહીતની વિવિધ તપાસ એજન્સીનો સહયોગ લઈ રહી છે.
First published: February 4, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading