દાહોદઃપાટાડુંગરી જળાશયની મુખ્ય પાઈપલાઇનમાં ભંગાણ,હજારો લિટર પાણીનો વ્યય

દાહોદઃપાટાડુંગરી જળાશયની મુખ્ય પાઈપલાઇનમાં ભંગાણ,હજારો લિટર પાણીનો વ્યય.

  • Share this:
    દાહોદઃ પણદમાં  પાટાડુંગરી જળાશયથી આવતી મુખ્ય પાઈપલાઇનમાં ભંગાણ સર્જાવાથી રોજનું હજારો લિટર પાણીનો વ્યય થાય છે. વહેલી સવારથી હજારો લિટર પાણી નદીમાં વહી ગયું, આમ તો પાઇપલાઇનનું લીકેજ છેલ્લા 8 દિવસથી થઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

    મળતી વધુ વિગત મુજબ, જ્યારે સ્થાનિકો પાણી માટે બૂમો પાડતા હોય ત્યારે સરકાર-તંત્ર પાણીની બચતના પાઠ ભણાવા બેસી જાય છે અને અત્યારે દાહોદના પણદમાં પાટાડુંગરી જળાશયથી આવતી મુખ્ય પાઈપલાઇનમાં ભંગાણ સર્જાવાથી છેલ્લા આઠ દિવસથી પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાઈપલાઇનનું લીકેજનું હજારો લિટર પાણી નદીમાં વહી રહ્યું છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી હતી છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
    Published by:Sanjay Joshi
    First published: