Home /News /madhya-gujarat /દાહોદ: 'પતિ તેની પ્રેમિકાને ફાંસીની સજા આપશો', પરિણીતાએ દર્દભરી સુસાઈડ નોટ લખી પુત્ર સાથે આપઘાત કર્યો

દાહોદ: 'પતિ તેની પ્રેમિકાને ફાંસીની સજા આપશો', પરિણીતાએ દર્દભરી સુસાઈડ નોટ લખી પુત્ર સાથે આપઘાત કર્યો

મહિલાએ સુસાઈડ નોટ લખી જીવન ટુંકાવ્યું

મૃતદેહ નજીકથી મળેલ સ્યુસાઈડ નોટ વાંચી પોલીસ પણ ચોંકી ગઈ હતી, નોટમાં મૃતક મહિલા એ લખ્યું હતું કે, 'મારો પતિ ચેતન ગામની જ મનીષાને લઈને ભાગી ગયો છે

સાબીર ભાભોર, દાહોદ : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે કહેવત સાર્થક કરતો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો છે પ્રેમાંધ બનેલો પરિણીત યુવક પ્રેમિકા સાથે ભાગી જતા આઘાતમાં સરી પડેલી પત્નીએ અઢી વર્ષના પુત્ર સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના અસાયડી ખાતે રેલવે ટ્રેક નજીકથી આજે લોહીલુહાણ હાલતમાં એક મહિલા અને માસૂમ બાળકનો મૃતદેહ જોઈ આસપાસના લોકો સ્તબ્ધ બની ગયા હતા. મૃતદેહ જોઈ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોવડોદરા: 'હું તને મળવા માંગુ છુ', દીકરીને પરેશાન કરતા યુવાનને સમજાવવા ગયેલા પિતાની ચપ્પા મારી હત્યા

મૃતદેહ નજીકથી મળેલ સ્યુસાઈડ નોટ વાંચી પોલીસ પણ ચોંકી ગઈ હતી, નોટમાં મૃતક મહિલા એ લખ્યું હતું કે, 'મારો પતિ ચેતન ગામની જ મનીષાને લઈને ભાગી ગયો છે બંનેને શોધીને ફાંસીની સજા આપજો આજ કારણથી તે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી રહી છે' હાજર સૌ કોઈ ના હોશ ઉડી ગયા હતા.

આ પણ વાંચોસુરતમાં ફરી લોહીલુહાણ ગેંગવોર: બદલો લેવા ગયેલા રાવણ ગેંગના યોગેશને ડુક્કર ગેંગે ઢસડી-ઢસડી રહેંસી નાખ્યો

લીમખેડા તાલુકાના વડેલાના રહેવાસી ચેતનભાઈ પટેલના લગ્ન આશરે નવ વર્ષ પહેલાં સિંગવડ તાલુકાના છાપરવડ ની શર્મિષ્ઠાબેન સાથે થયા હતા ચેતન ભાઈને પાંચ વર્ષની પુત્રી અને અઢી વર્ષનો પુત્ર છે પરંતુ ચેતનને ગામની જ મનીષા નામની છોકરી સાથે આંખ મળી જતા પ્રેમમાં અંધ બનેલા ચેતન અને મનીષા ભાગી જતા આઘાત માં સરી પડેલી શર્મિષ્ઠાબેન પોતાના અઢી વર્ષના પુત્રને લઈને દેવગઢબારીયાના અસાયડી ખાતે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લેતા હાહાકાર મચી ગઇ હતી. પોલીસે મળેલ નોટ ના આધારે મૃતક ના પતિ અને પ્રેમિકા ની શોધખોળ હાથ ધરી છે.
First published:

Tags: Dahod news, Dahod police, Love affair, Suicide-note, Woman suicide