સાબિર ભાભોર, દાહોદ : જિલ્લાના ઝાલોદના લીલવા ઠાકોર ખાતે અવૈધ સંબંધમાં ખૂની ખેલ ખેલલાનું ષડયંત્ર સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુમ વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાતા ચોંકવાનારૂ રહસ્ય સામે આવ્યું છે. જેમાં પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવી તેના પતિ સાથે મળી હોમગાર્ડ જવાન પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે લીમડી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપી દંપતીની ધરપકડ કરી છે.
અગાઉ લીમડી પોલીસ મથકમાં ફરજ બજાવતા સુનિલ ઉર્ફે સાધુ પરમાર ગત 30 ઓગષ્ટના રાત્રિના સમયે ઘરેથી ભજનમાં જવાનું કહી નીકળ્યા બાદ પરત ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં 1 સપ્ટેમ્બરના રોજ ઝાલોદ તાલુકાનાં લીલવા ઠાકોર ખાતે સુનિલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જોતાં શરીરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝિકેલા નિશાન મળી આવ્યા હતા, તે જોતાં હત્યા થઈ હોવાની શંકા પ્રબળ બની હતી.
લીમડી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં કોલ ડિટેઇલના આધારે છેલ્લે સુધી સંપર્કમાં રહેલ મૃતકની પ્રેમિકા વનિતા કુમેન્દ્ર નિનામાની અટકાયત કરી પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો, મૃતક અને વનિતાને કેટલાય સબંધથી પ્રેમ સબંધ હતા અને આ પ્રેમસબંધની જાણ વનિતાના પતિ કુમેન્દ્રને થઈ જતાં અનેકવાર બંને વચ્ચે તકરાર પણ થઇ હતી.
પત્નીના આડા સબંધને લઈને કુમેન્દ્રના મનમાં ખુન્નસ ભરાયું હતું. જેથી પ્રેમીની હત્યાનો તખ્તો તૈયાર કરી વનિતા પાસે જ પ્રેમી સુનિલને ફોન કરાવી મળવા બોલાવ્યો હતો. 30 સપ્ટેમ્બરે રાત્રિ ના સમયે લીલવા ઠાકોર ખાતે મળવા બોલાવી પ્રેમિકા એકલી રસ્તા ઊભી રહી અને તેનો પતિ તીક્ષ્ણ હથિયાર લઈ નજીકની ઝાડીમાં છુપાઈ ગયો હતો, આ સમયે સુનિલ ત્યાં આવતા જ વનિતાએ વાતોની શરૂઆત કારી અને તે સમયે તેના પતિ એ આવી જઇ સુનિલ ને ફેંટ પકડી નીચે પાડી દીધો અને શરીર પર ઉપરા ઉપરી 44 જેટલા પાળીયા (તીક્ષ્ણ હથિયાર ) ના ઘા ઝીકિ હત્યા કરી નાખી મૃતદેહ ને નજીકના ખેતરમાં નાખી દઈ દંપતી ફરાર થઈ ગયું હતું લીમડી પોલીસે કોલ ડીટેલ ના આધારે પગેરું મેળવી દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી બંને ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર