Home /News /madhya-gujarat /દાહોદમાં માતા-પુત્રીની ચકચારી હત્યાના આરોપીનો જેલમાં ફાંસો ખાઈને આપઘાત

દાહોદમાં માતા-પુત્રીની ચકચારી હત્યાના આરોપીનો જેલમાં ફાંસો ખાઈને આપઘાત

મૃતક માતા-પુત્રી, ઇનસેટનમાં આરોપી દિલીપ ભાભોર

ભાભોર દંપતીએ પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું હતું કે 17મી નવેમ્બરના રોજ નંદાબેન ભાભોર દંપતીના ઘરે ગયા હતા

સાબિર ભાભોર, દાહોદ : ગત વર્ષે નવેમ્બરમાં દાહોદમાં થયેલી માતા-પુત્રીની ચકચારી હત્યા કેસના આરોપીએ જેલમાં આપઘાત કરી લીધો છે. દાહોદ સબજેલમાં બંધ આરોપી દિલીપ ભાભોરે વહેલી સવારે જેલના બાથરૂમમાં ગળેફાંસા ખાઈને આપઘાત કરી લીધો છે.

આ કેસની વિગત જોઈએ તો ગત વર્ષે 17મી નવેમ્બરના રોજ દાહોદના દર્પણ રોડ પર રહેતી એક મહિલા અને તેની દત્તક પુત્રી ગુમ થઈ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ કરતા 22મી નવેમ્બરના રોજ લીમખેડા હડફ નદીમાંથી એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ બાળકી ગુમ થયેલા નંદાબેન સીસોદીયાની દત્તક પુત્રી એન્જલ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ઊંડી તપાસ કરતા મંજુબેન ભાભોર અને તેનો પતિ દિલીપ ભાભોર શંકાના ઘેરામાં આવ્યા હતા. બાદમાં 26મી નવેમ્બરના રોજ ભાભોર દંપતીએ માતા-પુત્રીની હત્યા કર્યાનો ગુનો કબૂલી લીધો હતો.



નંદાબેનની હત્યા કરી લાશને ચણી દીધી હતી

ભાભોર દંપતીએ પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું હતું કે 17મી નવેમ્બરના રોજ નંદાબેન ભાભોર દંપતીના ઘરે ગયા હતા. અહીં ભાભોર દંપતીએ તેની હત્યા કરી નાખી હતી અને લાશને પાણીના ભુગર્ભના ટાંકામાં નાખી દીધી હતી. જે બાદમાં ટાંકીમાં સિમેન્ટ નાખીને લાશને ચણી દીધી હતી. નંદાબેનની પુત્રીની હત્યા કરીને તેનો મૃતદેહ નદીમાં નાખી દીધો હતો.

VIDEO : બ્રેકર ચલાવી લાશને બહાર કાઢવામાં આવી હતી

આરોપી દિલીપે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે નંદાબેન પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તે પરત ચુકવવા ન પડે તે માટે તેની હત્યા કરી નાખી હતી.

લાશ કાઢતા આઠ કલાક લાગ્યા

આરોપીઓએ નંદાબેનની હત્યા કરીને લાશને પાણીની ટાંકીમાં દફન કરી દીધા હતા. સિમેન્ટમાં દબાયેલી લાશને કાઢવા માટે સતત 10 કલાક સુધી બ્રેકર મશીન ચલાવવામાં આવ્યું હતું. સતત બ્રેકર ચલાવ્યા બાદ આઠ ફૂટ નીચેથી નંદાબેનની લાશ મળી હતી.
First published:

Tags: Dahod, Sub-Jail, હત્યા