ધો.10નું ગુજરાતીનું પેપર લીક, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

દાહોદઃ એમ. એન્ડ પી. હાઈસ્કૂલમાં ધો.10નું ગુજરાતી પેપર લીક થવાના સમાચાર .

 • Share this:
  દાહોદઃ  આજે ગુજરાતભરમાં ધોરણ 10 અને 12માંની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. તેવામાં પહેલા જ દિવસે ગુજરાતી પેપર લીક થયું છે.   એમ. એન્ડ પી. હાઈસ્કૂલમાં ધો.10નું પેપર લીક થવાના સમાચાર મળ્યા છે. સ્કૂલના એક રૂમમાં ગુજરાતીના પેપરની ઝેરોક્ષ કરાઈ હોવાની માહિતી મળી છે તેમ જ આજના ગુજરાતીના પેપરની ઝેરોક્ષ ટુકડા મળ્યા છે.

  દાહોદના ક્લેક્ટર જે. રણજીતરુમારને ફોન પર કોઈએ ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતાની સાથે જ ક્લેક્ટરે મામલતદાર એન.કે પટેલને તપાસ કરવા માટે રવાના કરી દીધા હતા. એન.કે પટેલ એમ.એન.પી શાળાએ સાડાદસ વાગે પહોંચ્યા હતા. તપાસ કરવા પહોંચેલ ક્લેક્ટરને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. શાળાની ઓફિસ પર તાળું મારી દેવામાં આવ્યું હતું, જેથી તપાસ કરવામાં ઘણો બધો સમય વેડફાયો હતો. તે સમયે શાળા સંચાલકોએ પણ તાળું ખોલવા માટે સાથ સહકારો આપ્યો નહતો.

  મામલતદારના આવ્યા ના અડધા કલાક બાદ તાળું ખોલવામાં આવ્યું હતું. તે પણ તાળાને તોડવામાં આવ્યો હતો. શાળાની ઓફિસમાંથી ઝેરોક્ષ મશીન મળી આવ્યું હતું અને ઓફિસની કચરાપેટીમાંથી ધોરણ 10ના પેપરની ટુકડાઓ મળી આવ્યા હતા. તે પ્રશ્ન પત્ર ચેક કરતાં આજનું ગુજરાતીનું પેપર હોવાનું બહાર આવ્યું હતું. પ્રશ્ન પત્ર પર જવાબ લખીને તેની ઝરોક્ષ કાઢવામાં આવી હતી. હાલમાં પેપર લીક કરનાર તત્વોની તપાસ કરવામાં આવી રહી છે, તે ઉપરાંત ઝેરોક્ષની કોપી કેટલા વિદ્યાર્થીઓ પાસે પહોંચાડવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આમ પેપરને લીક કરીને તેનો વ્યાપાર કરવામાં આવે છે કે, શું તેના પર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. આમ શાળાની જ વ્યક્તિએ પેપર લીક કર્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

  તે ઉપરાંત જઈએ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઘણા બધા છબરડાઓ પણ સામે આવ્યા છે. બનાસકાંઠાના અંતરિયાળ વાવ તાલુકાની રિસીપ્ટમાં પાલનપુર અને દાંતાના બે એડ્રેસ લખતા વિદ્યાર્થીની રઝળી પડી હતી. પાલનપુર પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીને દાંતા મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ તેને એડ્રેસ મળ્યું નહતું. જેથી તે પાલનપુર પરત ફરી હતી જોકે, ત્યાર સુધીમાં એક્ઝામનો સમય ખત્મ થઈ ગયો હતો, અને વિદ્યાર્થીની પરીક્ષા આપી શકી નહતી. આમ શિક્ષણ બોર્ડ દ્વારા હોલ ટિકિટને લઈને પણ  જોઈએ તેવા સાવચેતી પૂર્વકના પગલા લેવામાં ન આવ્યા હોય તેવા પણ ઘણા બધા કેસ સામે આવ્યા છે.

  તે ઉપરાંત શાળાઓ બહાર ભાજપના કાર્યકર્તાઓએ બેનરો લગાવ્યા છે. 144ની કલમ હોવા છતાં ભાજપના કાર્યકર્તાઓ બેનર અને ખેસ સાથે પહોંચ્યા હતા, તેના વિરૂદ્ધ પણ બોર્ડ દ્વારા કોઈને ફરિયાદ કરવામાં આવી નહતી. પરીક્ષા ટાઈમે વિદ્યાર્થીઓ પર ભાજપ દ્વારા કરવામાં આવેલ જાહેરાતનો મારો કેટલો યોગ્ય છે. તેવામાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ નવસર્જન સ્કૂલ પર ભાજપે પોતાના બેનરો લગાવ્યા છે, પરંતુ શાળા સંચાલકોએ કોઈ જ વિરોધ કર્યો નહતો કે, આની આગળ ફરિયાદ નોંધાવી નહતી.આ બધા જમેલાઓ વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની જતું હોય છે.

  શિક્ષણ મંત્રીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમને આ બાબતે તપાસના આદેશ આપી દીધી છે, અને આને લઈને યોગ્ય પગલા લેવામાં આવશે. હવે આ બાબતે કેવા યોગ્ય પગલા લેવામાં આવે છે, તે તો આવનાર સમય જ બતાવશે.

  કલેકટરને ધો.10નું પ્રથમ પેપર ગુજરાતી લિક થવાની ફરિયાદ મળતાં મામલતદાર દ્વારા સ્કૂલની તપાસ હાથ ધરવામાં આવી છે. બંધ રૂમની ચાવી ન મળતાં તાળું તોડી તપાસ હાથ ધરવામાં આવી છે. મામલતદાર દ્વારા રૂમ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  Published by:Sanjay Joshi
  First published: