Home /News /madhya-gujarat /ચૂંટણીનો ખર્ચ રજૂ ન કરતા દાહોદના કોંગી ઉમેદવારને બાબુ કટારાને નોટિસ

ચૂંટણીનો ખર્ચ રજૂ ન કરતા દાહોદના કોંગી ઉમેદવારને બાબુ કટારાને નોટિસ

કોંગ્રેસના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર બાબુ કટારાની ફાઇલ તસવીર

ચૂંટણી પંચે બાબુ કટારા રોજબરોજનો ખર્ચ રજૂ કરતા નોટિસ ફટકારી છે. આ સાથે નેશનલ જનતા દળના ઉમેદવાર જગદીશ મેડાને પણ નોટિસ ફટકારી છે.

શાબીર ભાભોર, દાહોદ : ચૂંટણી આચાર સંહિતા અને ચૂંટણી પંચના નિયમોનું પાલન ન કરનારા ઉમેદવારો પર ચૂંટણીપંચ આકરા પાણીએ છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદિત બોલ બદલ પોલીસ ફરિયાદની કાર્યવાહી બાદ હવે ચૂંટણીપંચના રડારમાં દાહોદના કોંગ્રેસી ઉમેદવાર બાબુ કટારા આવી ગયા છે. ચૂંટણી પંચે બાબુ કટારાને નિયમનુસાર ખર્ચનો હિસાબ ન આપતા નોટિસ ફટકાર છે. ચૂંટણી પંચે બાબુ કટારા ઉપરાંત નેશનલ જનતાદળના ઉમેદવાર જગદીશ મેડાને પણ નોટિસ ફટકારી છે .

બાબુ કટારાએ રોજબરોજનો હિસાબ રજૂ ન કરતા ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. આ ચૂંટણીમાં ચૂંટણી પંચે નિયમ બનાવ્યો હતો કે ઉમેદવારે રોજબરોજના ખર્ચની વિગતો આપવાની રહેશે. ચૂંટણી પંચે નોટિસ ફટકારી બાબુ કટારાને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

ઉલ્લેખની છે કે આ વખતે કોંગ્રેસે દાહોદ બેઠક પરથી પૂર્વ સાંસદ બાબુ કટારાને મેદાનમાં ઉતાર્યા છે. બાબુ કટારા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે ચૂંટણી પંચ તરફથી તેમને નિયમનુસાર હિસાબો રજૂ ન કરતા નોટિસ આપવામાં આવી છે, જો કટારા સમયસર જવાબ નહીં આપે ચો ચૂંટણી પંચ તેમના પર કાર્યવાહી પણ કરી શકે છે.
First published: