દાહોદઃ દેવગઢ બારિયાના નાકટી ખાતે ખેતરમાં મહિલા પર દીપડાનો હુમલો

દેવગઢ બારિયા ખાતેની શ્રી જે. એસ .ચૌહાણ સરકારી હોસ્પિટલ, જ્યાં ઇજાગ્રસ્ત મહિલાને દાખલ કરાઈ છે

દાહોદના દેવગઢબારિયાના નાકટી ખાતે ખેતરમાં ઘાસ લેવા ગયેલી મહિલા પર અચાનક એક દીપડાએ હુમલો કર્યો હતો, મહિલાને માથે અને શરીરના બીજા ભાગે ઇજા થઈ હતી.

  • Share this:
દાહોદઃ દેવગઢ બારિયાના નાકટી ખાતે ખેતરમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યાના સમાચાર આવ્યા છે.

વધુ માહિતી મળ્યા મુજબ, દાહોદના દેવગઢ બારિયાના નાકટી ખાતે ખેતરમાં ઘાસ લેવા ગયેલી મહિલા પર અચાનક એક દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલાને કારણે મહિલાને માથે અને શરીરના બીજા ભાગે ભારે ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે દેવગઢ બારિયાની શ્રી જે. એસ. સરકારી ચૌહાણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
First published: